Traffic Tail

દાંડીબીચના વિકાસ માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રૂા.૧૪૮ લાખના ખર્ચે રસ્તા તથા પ્રોટેકશન વોલનું નિર્માણ થઈ રહ્યું છેઃ

SHARE:

સૂરતીઓ આનંદોઃ

દાંડીબીચના વિકાસ માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રૂા.૧૪૮ લાખના ખર્ચે રસ્તા તથા પ્રોટેકશન વોલનું નિર્માણ થઈ રહ્યું છેઃ

રસ્તો બનવાથી પ્રવાસીઓને અવર-જવરની સાથે વધુ એક બીચની સુવિધા ઉપલબ્ધ થશેઃ
હરવા ફરવાના શોખીન સુરતીલાલાઓ માટે સુરતની નજીક વધુ એક પ્રવાસન સ્થળ મળી રહે તે માટે ઓલપાડ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂા.૧૪૮.૧૧ લાખના ખર્ચે દાંડી બીચ જવા માટે પ્રોટેકશન વોલ તથા રસ્તાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઓલપાડ તાલુકામાં ધણા ગામો દરિયા કિનારે આવેલા છે જેમાં હાલ પર્યટન સ્થળ તરીકે ફ્ક્ત ડભારી બીચ પ્રખ્યાત છે. પરંતુ નવિન પર્યટન સ્થળ તરીકે ઉભરી આવતા દાંડી બીચ પર દાંડીના દરિયા કિનારા સુધી પહોંચવા માટે દાંડી બીચ માર્ગ ખુબ જ અગત્યનો માર્ગ છે. આ રસ્તો મજબુત અને પાકો રસ્તો મળી રહે તો પ્રવાસીઓ સરળતાથી અવરજવર કરી શકે. આ રસ્તામાં દરિયાઇ ભરતી-ઓટના પાણીના કારણે રસ્તાને ધોવાણ ન થાય તે માટે હાલ રસ્તાની બાજુમાં ગેબીયન વોલની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ પ્રોજેક્ટની કામગીરી પુર્ણ થતા ઓલપાડ તાલુકાને એક નવું પર્યટન સ્થળ મળશે અને નવી રોજગારીનું સર્જન થશે. ડભારી બીચ પર જતાં લોકોનું ભારણ ઘટશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!