Traffic Tail

શહેરમાં મેટ્રો વર્ક ફેઝ-૧ હેઠળ ઉધના દરવાજા ક્રોસ રોડ પર ૨૦૦ મીટર રસ્તા પર વાહનોની અવર-જવર તથા પાર્કિંગ પર પ્રતિબંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

SHARE:

શહેરમાં મેટ્રો વર્ક ફેઝ-૧ હેઠળ ઉધના દરવાજા ક્રોસ રોડ પર ૨૦૦ મીટર રસ્તા પર વાહનોની અવર-જવર તથા પાર્કિંગ પર પ્રતિબંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

સુરત શહેરમાં મેટ્રો વર્ક ફેઝ-૧ કોરીડોર-૨ મજુરાગેટથી સારોલી સુધીનાં રૂટ ઉપર મેટ્રો રેલ કામગીરી કાર્યરત હોય, સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કામગીરી દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર ઉધના દરવાજા ક્રોસ રોડ જંકશન પર ઉધના મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી કરવાની હોવાથી જુની સબ જેલની સામે ICICI બેંકથી ઉધના દરવાજા તરફ જતા આગળ સોની TV શો-રૂમથી ઉંધના દરવાજા તરફ જતો એક તરફના (આશરે ૨૦૦ મીટર જેટલા) રોડને તા.૦૧/૧૧/૨૦૨૫થી તા.૩૧/૦૧/૨૦૨૬ સુધી ત્રણ માસના સમયગાળા માટે તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
તેમજ આ સમય દરમિયાન વૈકલ્પિક રૂટ તરીકે ૧) નિર્મલ હોસ્પિટલથી યુનીક હોસ્પિટલ થઇ ડાબે ટર્ન લઇ રોકડીયા ચાર રસ્તા થઇ ઉધના દરવાજા તરફ જઇ શકાશે. ૨) 2.8 મીટરની ઉંચાઇ વાળા વાહનો ચામુંડા રેસ્ટોરેન્ટથી બ્રીજ નીચેથી સામેની સાઇડ જુની સબ જેલ થઇ જયેશ ભંડારી કબાબ એન્ડ ચીકન રેસ્ટોરેન્ટથી ડાબે થઈ ખટોદરા GIDC માંથી સુરત-નવસારી રોડ તરફ આવી શકાશે. અને ૩) ICICI બેંકથી ઉધના દરવાજા તરફ જતા આગળ સોની TVની દુકાન પાસેથી ડાબી બાજુ તરફથી પાછળના રસ્તા ઉપરથી ઉધના ચાર રસ્તા તરફ નાના-વાહનો(ફોર-વ્હીલ કાર તથા બાઇક તથા ઓટો રીક્ષા) માટે ખુલ્લો રહેશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!