વહેવલ અનાવલ વચ્ચેની ઝાડીમાં બેફામ બનેલ હાઇવા ટ્રકે ST બસને અડફેટે લીધી બે મુસાફરોને ઇજા…..
વહેવલ નર્સરી આગળના વળાંક નજીક ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.

સુરત,મહુવા:-પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે ઉપર વહેવલ સેન્ટ્રલ નર્સરી આગળ ના વળાંકમાં બેફામ બેનલ ટ્રક ચાલકે પોતાના કબ્જાની હાઈવા ટ્રક નંબર DD.02.G.9478 ને બેફામ રીતે અને ગફલત ભરી રીતે હંકારી ટ્રકના પાછળ નો પાલખાનો ભાગ સામેથી આવતી એસ.ટી.બસ નંબર GJ.18.Z.T.0075
સાથે ડ્રાઈવર સાઈડે આગળના વ્હીલ નજીક અથડાવી દેતા બસમાં સવાર બે મુસાફરો ને ઇજાઓ પહોંચી હતી તેમજ એસ.ટી.બસ ને પણ ભારે નુકસાન થયું હતું.ગંભીર અકસ્માત ની જાણ મહુવા પોલીસ ને થતાં મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




