Traffic Tail

પુના વલવાડા વચ્ચે ઓલણ નદી પર ભારે વાહનો માટે પ્રતિબંધિત એન્ગલ તંત્ર વાંકે તૂટી..

SHARE:

પુના વલવાડા વચ્ચે ઓલણ નદી પર ભારે વાહનો માટે પ્રતિબંધિત એન્ગલ તંત્ર વાંકે તૂટી..

અંબિકા તાલુકાના પુના વલવાડા વચ્ચે ઓલણ નદી ઉપર જુના પુલને ભારે વાહનો માટે પ્રતિબંધ સાથે પુલના બન્ને છેડે એન્ગલ લગાવી વાહનો ને બંધ કરી દેવામાં આવ્યા હતા.તો નવા પુલ ઉપર થયેલ વિવાદ ના પગલે 22 કિલોમીટર જેટલો લાંબો ડ્રાઈવર્ઝન પણ આપવામાં આવ્યો ઓલણ નદી પરના નવા પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં નવો પુલ શરૂ કરી દેવામાં આવ્યો હતો.અને જૂનો પુલ હંમેશા માટે ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો હાલ ઓલણ નદી ઉપર ના નવા પુલ ઉપર બાકી રહેલ કામ પૂર્ણ કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે વન વે વાહનો પસાર થઈ શકે છે જેથી નાના વાહનો જુના પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે જેને જોઈ મોટા વાહનો પણ જુના પુલ તરફ વળી જતા હોય છે આજ કારણો સર કોઈ ભારે વાહન જુના પુલ તરફ વળી જતા એન્ગલ ને અડી દિવાળી ટાકણે જ એન્ગલ તૂટી જવા પામી છે.જેથી હાલ મોટો અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે જોકે તંત્ર દ્વારા નવા પુલના નિર્ણામ કાર્ય દરમ્યાન જુના પુલ ઉપર કોઈપણ બેરીકેટ કે આડસ નહિ મુકવામાં આવતા ઓલણ નદી ઉપરના જુના પુલ ઉપર આ દુર્ઘટના સર્જાઈ છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!