સંકલિત બાળ વિકાસ યોજના કચેરી મહુવા ખાતે પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત માન.ધારા સભ્યશ્રી મોહનભાઇ ડી.ઢોડીયા, મહુવા ૧૭૦ વિધાનસભા મત વિસ્તારના અઘ્યક્ષ સ્થાને ટેકહોમ રાશન અને મિલેટ વાનગી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ.
પ્રાચીન પરંપરગત ખેત પેદાશોને પ્રોત્સાહન આપવા માટે રાજયના મંત્રીશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ ભાનુબેન બાબરીયાના હસ્તે રાજ્ય કક્ષાએ પૌષ્ટીક વાનગી સ્પર્ધાનો શુભારંભ કરવામા આવ્યો હતો. જેના ભાગરૂપે પોગ્રામ એાફિસરશ્રી,જિલ્લા પંચાયત સુરતના માર્ગદશન હેઠળ “સહી પોષણ દેશ રોશન”ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવા છેવાડાના નાગરિક સુધી પોષણનું મહત્વ પહોંચે તેમજ “શ્રી અન્ન” એટલે કે જાડા ધાન્ય રાગી,બાજરી,જુવાર નો રોજબરોજના જીવનમાં ખોરાકમાં વધુમાં વધુ ઉપયોગ થાય એવા સંકલ્પ સાથે સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી મહુવા ખાતે માન.ધારા સભ્યશ્રી મોહનભાઇ ડી.ઢોડીયા, મહુવા ૧૭૦ વિધાનસભા મત વિસ્તારના અઘ્યક્ષ સ્થાને ટેકહોમ રાશન અને મિલેટ વાનગી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ. સ્પર્ધામા મહુવા ઘટક-૧ અને ૨ ના કુલ ૪૮ કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો. જેમાથી પ્રથમ દ્વીતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે આંગણવાડી કાર્યકરની અથાક મહેનત અને પ્રયાસોની પ્રશંસા કરવામા આવી હતી.કાર્યક્રમમાં મહુવા તાલુકાના ભાજપ સંગઠન પ્રમુખશ્રી ભાવિનભાઇ નાયક,મહુવા તાલુકા પંચાયત પ્રમુખ શીલાબેન પટેલ,તા.પં ઉપપ્રમુખ ચેતનભાઇ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સભ્ય રીટાબેન પટેલ, તાલુકા પંચાયત મહુવાના સભ્યશ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,બાળ વિકાસ યોજના અધિકારી,અને મુખ્ય સેવિકા તેમજ આઇસીડીએસ કચેરી મહુવાનો સ્ટાફ અને આંગણવાડી કાર્યકર બહેનોની ઉપસ્થિત રહ્યા હતા,





