બીડ પાસે ખોટકાયેલા ટેમ્પા પાછળ બાઈક ભટકાતા મહુવાના નિવૃત્ત શિક્ષકનું મોત

SHARE:

બીડ પાસે ખોટકાયેલા ટેમ્પા પાછળ બાઈક ભટકાતા મહુવાના નિવૃત્ત શિક્ષકનું મોત

મહુવા બ્રાહ્મણ ફળિયામાં આવેલ શાંતિસાગર એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત શિક્ષક કિશોરભાઈ તુકારામભાઈ પટેલ પોતાના ડોકટર પુત્ર સાથે નંદુરબાર જવા માટે પોતાની મોટરસાયકલ ( GJ-19-AN-0760) લઈ પોતાની પત્નિ અંજનાબેન પટેલ સાથે મહુવા થી બારડોલી જતા હતા.તે દરમિયાન રવિવારે સવારે 6:30 વાગ્યાના અરસામાં મહુવા બારડોલી સ્ટેટ હાઈવે પર બીડ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ટાયર નીકળી જવાથી ખોટકાઈને સ્ટેટ હાઈવે પર પડેલ ટેમ્પો (GJ-05-AV-6071)ના પાછળ કિશોરભાઈ પટેલની મોટરસાયકલ પાછળ ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં નિવૃત્ત શિક્ષક કિશોરભાઈ પટેલ ગંભીર રીતે ઘવાતા તેમનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.જ્યારે ગંભીર રીતે ઘવાયેલ તેમની પત્ની અંજનાબેન પટેલને સારવાર માટે સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ગંભીર અકસ્માત અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!