ઘોડાસ્થળ નજીક છેલ્લા 24 વર્ષથી ચાલતું સામુહિક સર્વપિતૃ શ્રાદ્ધમાં 25 થી વધુ ગામના 234 લોકોએ ભાગ લીધો..
સંવાદદાતા:-યોગેશ.પટેલ.
સુરત,મહુવા-મહુવા તાલુકાના વહેવલ કોષખાડી કિનારે સરકારી જંગલવાળા ઘોડા સ્થળ પર દર વર્ષની જેમ આ વર્ષ પણ સામુહિક સર્વ પિતૃ શ્રાદ્ધમાં આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોની જૂની પરંપરા ને આજે પણ જીવંત રાખવામાં આવી છે ધન્ય છે યુવાનોને જેમણે આવા આયોજન કરી આર્થિક ખર્ચ ની બચત સાથે સામૂહિક આયોજન કરી રહ્યા છે.આજ રોજ અમાસનું જેને સર્વ પિતૃ શ્રાદ્ધ તરીકે પિતૃ તર્પણ કરવામાં આવે છે.આજરોજ યાજાયેલ આ શ્રાધ્ધ વિધિમાં આજુ બાજુ ના રપથી વધુ ગામના ભેગા થયેલાં ૨૩૪
લોકોએ પિતૃઓની તૃપ્તિ માટે સામૂહિક શ્રાદ્ધ કરવાની પરંપરા જાવળ રાખી હતી અને પિતૃ તર્પણ કર્યું હતું. આ સ્થળે છેલ્લાં ૨૪ વર્ષથી સામૂહિક શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે ભાદરવા અમાસનું છેલ્લું
શ્રાદ્ધ કરવાથી પરિવારમાં પેઢીઓથી અવસાન પામેલા પિતૃઓ
તૃપ્ત થાય છે.આજે આ સામૂહિક શ્રાદ્ધની પ્રક્રિયા દરમિયાન
ગ્રામ્ય વિસ્તારનાં આદિવાસી સમુદાયનાં લોકોમાં ભાઈચારો અને
એકતા પણ બહોળા પ્રમાણમાં જોવા મળી હતી.
વહેવલ ગામના સામાજિક આગેવાનો અને યુવાઓનાં સહયોગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વહેવલ, ઉમરા, ખરવણ, મહુવરીયા, વલવાડા, બુટવાડા, હળદવા,તરકાણી, અનાવલ,કોષ, આંગલધરા, સિણધઇ, પાલગભણનાં લોકોએ બહોળી સંખ્યામાં અષાઢ નાં દિવસે પિતૃઓનું તર્પણ કર્યું હતું.
————————————————-
એકતા અને ભાઈચારાની ભાવનાથી આ કાર્ય લોકસહયોગ દ્વારા
સર્વપિતૃ શ્રાદ્ધ ક્રિયાનો લાભ સર્વે સમાજનાં લોકોને અમારા વહેવલ ગામનાં યુવાઓના સુચારું આયોજન કરી લોકોને નજીવા ખર્ચે કરાવવામાં આવે છે. છેલ્લાં ૨૪ વર્ષથી સફળતાપૂર્વક આ કાર્ય પાર પડી રહ્યું છે એ બદલ આજની યુવા ટીમને અભિનંદન
નરોત્તમભાઈ પટેલ.
પ્રમુખ
શ્રી વહેવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.
————————————————–
અમારાં વહેવલ કોષખાડીના કિનારે પવિત્ર ઘોડા સ્થળ પર સર્વ પિતૃ શ્રાઘ્ધકર્મ કરવામાં આવ્યું છે. ત્યારે ગામનાં યુવાનોનાં સહયોગથી શ્રાદ્ધકર્મ દરમિયાન થયેલ કચરાંની વ્યવસ્થિત સફાઇ
કરવામાં આવી અને આપણાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનાં અભિયાન સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સફાઇ કરવામાં આવી છે અમારા યુવાઓ દ્વારા સ્વચ્છતા જાળવીને જંગલ સ્વચ્છ રાખીએ છીએ.
વિક્રમભાઈ પટેલ
મહુવા તાલુકા પંચાયત સદસ્ય,
વહેવલ



