Traffic Tail

નવસારી ડેપો મેનેજર ને હવે નવું સૂઝ્યું મહુવાના કાંકરિયાનો 30 વર્ષ જૂનો રૂટ બંધ કર્યો.

SHARE:

નવસારી ડેપો મેનેજર ને હવે નવું સૂઝ્યું મહુવાના કાંકરિયાનો 30 વર્ષ જૂનો રૂટ બંધ કર્યો.

નવસારી ડેપોના મેનેજર ગુજરાત સરકારને પણ ચેલેન્જ આપતા હોય તેમ 30 વર્ષ જુના રૂટની એસ.ટી.બસ ને બંધ કરી દેતા મહુવા તાલુકાના મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

પાપ્ત વિગત મુજબ નવસારી ડેપોની એસ.ટી.બસ નવસારી કાંકરિયા વાયા ગુણસવેલ બસ જેમાં સવારે નોકરિયાત વર્ગ શાળા કોલેજમાં જતા વિધાર્થી માટે અતિ મહત્વપૂર્ણ જરૂરિયાત ની બસ હતી.નવસારી કાંકરિયા રૂટની આ બસ છેલ્લા 30 વર્ષ થી કાર્યરત હતી અને સૌથી જૂનો રૂટ ગણવામાં આવતો હતો મહુવા તાલુકાનું કાંકરિયા ગામ જે અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે જેના કારણે અંદરના ગામોમાં આ બસ આશીર્વાદ સમાન હતી.પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી નવસારી કાંકરિયા બસ ને બંધ કરી દેવામાં આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.ઉપરાંત બસ બંધ થતાં જ શાળા કોલેજોમાં જતા વિધાર્થીઓ સુરત જિલ્લાના મહુવા તાલુકાની બોડર છોડી અને નવસારી જિલ્લા ના જોગવાડ સુધી લગભગ સાત કિલોમીટર જેટલું પગપાળા બસ પકડવા જવાની નોબત આવી ગઈ છે.મુસાફરો સાથે વિધાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ જતા સરકાર નું સૂત્ર “ભણશે ગુજરાત જીતશે ગુજરાત” પણ પાયા વિહોણા થતાં નજરે પડી રહ્યું છે ભણશે ત્યારે જ્યારે નવસારી ડેપો ના આવા મેનેજર દયાવાન બનશે અને ગુજરાત જીતશે ત્યારે જ્યારે આવા ડેપો મેનેજરો સરકારના કન્ટ્રોલમાં રહેશે એટલે હાલતો ડેપો મનેજરની મનમાની સામે સ્થાનિક આગેવાનો મજબૂત લડતના મૂડમાં જણાઈ રહ્યા છે તો બીજી તરફ ગ્રામપંચાયત સહિત અનેક હોદ્દેદારોએ લેટર પેડ પર લેખિત જાણ કરવા છતાં કોઈ ઉકેલ આવી શક્યો નથી ત્યારે આવનારા દિવસોમાં સરકાર થી પણ ઉપર એવા ડેપો મેનેજર ને 30 વર્ષથી ચાલી રહેલા નવસારી કાંકરિયા બસ ના રૂટ ને ફરી શરૂ કરવાની સૂઝ સૂઝસે કે પછી જન આક્રોશ ની ચિનગારી સામે લડી લેવાના મૂળમાં જ પોતાનું વલણ રાખશે તે હવે જોવું રહ્યું….

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!