માંડવી તાલુકાના પીપલવણ ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ
માંડવી તાલુકાના પીપલવણ ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફર્મિંગ અંતર્ગત ત્રણ ગ્રામ પંચાયત બેઝડ ક્લસ્ટર દીઠ પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ હતી. જેમાં માંડવી તાલુકા BTM નિલેશભાઈ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ દ્વારા પાક અને જમીનને થતાં ફાયદા તેમજ ખેડૂતોને મળતા આર્થિક લાભ અંગે સવિસ્તાર માર્ગદર્શન આપવાં આવ્યું હતું. સાથે જ રાજ્યસરકાર દ્વારા મળતી યોજનાકીય સહાયની માહિતી આપવામાં આવી હતી.





