Traffic Tail

અનાવલ થી મહુવા રેલી સાથે નીકળી કળશ યાત્રા

SHARE:

અનાવલ થી મહુવા રેલી સાથે નીકળી કળશ યાત્રા

મહુવા તાલુકામાં વિશાળ રેલી યોજી કળશયાત્રા નીકળી હતી.
મહુવા તાલુકા માં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત બીજા તબક્કા માં ” કળશ યાત્રા” ના કાર્યક્રમ ની શરૂઆત તાલુકા માં તા.૧૫-૦૯-૨૦૨૩ થી થઇ હતી.તાલુકાની વિવિધ કુલ ૬૨ ગ્રામ પંચાયતો માં તમામ વોર્ડ વિસ્તારમાં કળશ યાત્રા ફરી દરેક ઘર થી ચપટી માટી અથવા ચપટી ચોખા કળશ માં એકત્ર કરવા માં આવ્યા બાદ ૬૨ ગ્રામ પંચાયત ના તમામ કળશો નું તાલુકા મથકે સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મહુવા તાલુકામાં કળશ યાત્રાની પૂર્ણાહુતિ ના અંતિમ તબક્કામાં હોય ત્યારે મહુવા તાલુકાના અનાવલ થી મહુવા સુધી કળશયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની આગેવાનીમાં નીકળેલી આ કળશયાત્રામાં બેન્ડના સથવારે લોકો નાચગાન સાથે યુવાનો જોડાયા હતા ત્યારે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા દ્વારા અનાવલ ખાતે બિરસામુંડા ની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી લીલી ઝંડી બતાવી રેલીનો પ્રારંભ કરાવ્યો હતો.મોટી જનમેદની વચ્ચે રેલીનું ગામે ગામ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને કળશ આપવામાં આવ્યા હતા.મહુવા તાલુકાના તમામ ગામના કળશને યાત્રામાં જોડવામાં આવ્યા હતા.આ કળશ યાત્રા અનાવલ થઈ મહુવા ખાતે પૂર્ણ થઈ હતી.ત્યારે મહુવા પોલીસ દ્વારા પણ આ રેલી દરમ્યાન ઠેરઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!