Traffic Tail

હવે ફક્ત ડાયલ કરો 112 નંબર અને મેળવો આટલી તત્કાળ મદદ.

SHARE:

હવે ફક્ત ડાયલ કરો 112 નંબર અને મેળવો આટલી તત્કાળ મદદ.

આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ: એક માત્ર ૧૧૨ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પલાઈનની તત્કાલ મદદ મળશે.

‘એક નંબર, અનેક સેવાનો’ ડાયલ-૧૧૨નો જનરક્ષક પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું

ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરત ખાતેથી ડાયલ-૧૧૨ જનરક્ષકની ૨૨ બોલેરો ગાડીઓ તથા અન્ય ૩૦ ગાડીઓ મળી ૫૨ ગાડીઓને ફલેગ ઓફ આપી પ્રજાની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું

સુરત:-રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીની મદદથી ઈમરજન્સીના બનાવોમાં ઘટનાસ્થળ ઉપર નાગરિકોને પોલીસની ત્વરિત મદદ મળી રહે તે માટે રાજય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે.
જેના ભાગરૂપે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા “ડાયલ ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ” હેઠળ સમગ્ર રાજ્યની પોલીસને ફાળવવામાં આવેલી ગાડીઓ પૈકી સુરત શહેરને ૨૨ ‘જનરક્ષક’ બોલેરો ગાડીઓ તથા ૩૦ નવી બોલેરો ગાડીઓ મળી ૫૨ ગાડીઓને ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ફલેગ ઓફ આપી પ્રજાની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌત સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે ગુહ રાજ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, ૧૧૨ જનરક્ષક હેલ્પલાઈન નંબરનો ઉપયોગ નાગરિકો કટોકટીના સમયે તાત્કાલિક સહાય માટે કરી શકશે, જેમાં એક જ નંબર ડાયલ કરીને પોલીસ, મેડિકલ અને ફાયર બ્રિગેડ જેવી સેવાઓ મેળવી શકાશે, આ નવીન પહેલ સુરતના નાગરિકો માટેની સુરક્ષા વ્યવસ્થાને વધુ સશક્ત બનાવશે.
નોંધનીય છે કે, આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળી છે. રાજ્યના નાગરિકોએ પોલીસ માટે ૧૦૦, એમ્બ્યુલન્સ માટે ૧૦૮, ફાયર માટે ૧૦૧, મહિલા હેલ્પલાઇન અભયમ માટે ૧૮૧, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે ૧૦૯૮ અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે ૧૦૭૦/૧૦૭૭ એમ અલગ અલગ ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર યાદ રાખવા નહીં પડે. આ તમામ ઇમર્જન્સી સેવાના નંબરને બદલે હવે માત્ર એક જ નંબર ૧૧૨ ડાયલ કરવાનો રહેશે. નાગરિકોને તેમની ઇમર્જન્સી મુજબ ત્વરિત મદદ માટેની જરૂરી ટીમ મોકલવાનું કાર્ય ૧૧૨ હેલ્પલાઇનથી થશે. તમામ ઇમરજન્સી સેવાઓના સંકલિત નંબર તરીકે ૧૧૨ના લોન્ચિંગ કરવામાં આવ્યો છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!