ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ મુખ્યમંત્રી ને પત્ર લખી મહુવાના મહત્વપૂર્ણ કામોની માંગણી કરી.
સુરત, મહુવા:-મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા ની દીર્ઘદ્રષ્ટિ એ મહુવા તાલુકાના કોઈપણ કામો હોય જેને ઝીણવટ ભરી રીતે કામો કરવાની લગન ના કારણે હાલ મહુવા તાલુકાના વિકાસલક્ષી નાના મોટા કામો તમામ કામો કરવામાં ધારાસભ્ય હંમેશા તત્પર રહેતા હોય છે ત્યારે મહુવા તાલુકાના કામોને લઈને ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી ને પત્રલખી મહત્વપૂર્ણ કામની રજુઆત કરવામાં આવતા તાલુકામાં આનંદ છવાઈ જવા પામ્યો છે જેમાં મહુવા તાલુકાના મહુવા-પુર્ણા નદી પર આવેલ પુલ ખુબ જ જર્જરિત અને જૂનો પુલ છે. તેને નવો મંજૂર કરવા બાબત,ઝેરવાવરાથી વલવાડા સ્ટેટ ગોલ્ડન રોડને રિસરફેસ મંજૂર કરવા તેમજ સ્ટેટ વિભાગના રોડ રિસરફેસ કરવા અને હાલના રસ્તાથી પણ સાડા પાંચ મીટર પહોળા બનાવવા અંગેની રજુઆત,મહુવા-અનાવલ સ્ટેટ રોડ મહુવાથી પુના સુધી-તદ્ન ખરાબ, ખાડાથી ભરપૂર રસ્તાને રિસરફેસ મંજૂર કરવા બાબત અંગેના મહત્વપૂર્ણ કામો અંગે મુખ્યમંત્રી ને પત્ર લખતા તાલુકામાં અતિ મહત્વપૂર્ણ કામોની રજુઆત થતા તાલુકાની જનતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા નો આભાર વ્યક્ત માની રહ્યા છે.


