ખેલ મહાકુંભ-૨૦૨૫ માટે વિવિધ વયજૂથની રમતોમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ તા.૨૨ ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું
——-
શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોન, જિલ્લા/મહાનગર પાલિકા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓ તબક્કાવાર યોજાશે
——-
સુરત:બુધવાર: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભ યોજાશે, જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોન, જિલ્લા/મહાનગર પાલિકા કક્ષા: ઝોન(ટીમ રમત) અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજાશે.
ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છતા ખેલાડીઓએ તા.૨૨/૦૯/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી લેવું. જે અંતર્ગત શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી જ ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. સુરત જિલ્લાની તમામ શાળાઓએ http://khelmahakumbh.gujarat.gov.inva પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
વિવિધ વયજૂથોમાં તા.૧/૦૧/૨૦૧૭ અને તે પછી જન્મેલાએ અં-૯, તા. ૧/૦૧/૨૦૧૫ અને તે પછી જન્મેલાએ અં-૧૧, તા.૧/૦૧/૨૦૧૨ અને તે પછી જન્મેલાએ અંડર-૧૪ અને તા.૧/૦૧/૨૦૦૯ અને તે પછી જન્મેલાએ અંડર-૧૭ ગ્રુપમાં તેમજ તા.૩૧/૧૨/૨૦૦૮ પહેલા જન્મેલાએ ઓપન એજ ગ્રુપમાં, તા. ૦૧/૦૧/૧૯૬૬ થી તા.૩૧/૧૨/૧૯૮૫ દરમ્યાન જન્મેલાએ અબવ-૪૦, તા.૩૧/૧૨/૧૯૬૫ અને તે પહેલા જન્મેલા એ અબવ ૬૦ વયગૃપમાં નોંધણી કરાવવી. વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ ૩૧/૧૨/૨૦૨૫ રહેશે એમ જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર,સુરતના જિ.રમત ગમત અધિકારી, જિ.રમત વિકાસ અધિકારી, મનપાના શાસનાધિકારી, જિ.શિક્ષણ અધિકારી અને જિ.પ્રા.શિક્ષણ અધિકારીની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.


