કરચેલીયામાં હવે આ નવું આવ્યું સાંસદની ગ્રાન્ટનું ટેન્કર ચોરાયું..
મહુવા તાલુકાના કરચેલીયા ગામે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાની ગ્રાંટમાંથી સામુદાયિક હેતુ માટે પાણીનું ટેન્કર ફાળવવામા આવ્યુ હતુ.જે ટેન્કરનુ કરચેલીયા ગ્રામપંચાયત દ્વારા નજીવું ભાડુ રાખી ગામમાં સુખ,દુઃખ તેમજ ધાર્મિક પ્રસંગમાં ભાડે આપવામાં આવતુ હતુ.જે અંતર્ગત દોઢ માસ પેહલા કરચેલીયા ગામના બંદુકીયા ફળિયામાં આવેલ મહાકાળી માતાના મંદિરે ધાર્મિક પ્રસંગ હોવાથી પાણી માંટે કાળીકા માતા યુવક મંડળના સભ્યો ટેન્કર ભાડે લઈ ગયા હતા.જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ ટેન્કર ન આપતા ગામના સરપંચ કેયુરભાઈ પટેલ તેમજ તલાટી દ્વારા અન્ય ફળિયામાં આપવાનુ હોવાથી વારંવાર ટેન્કર મુકી જવા જણાવ્યુ હતુ.જોકે તેઓ ટેન્કર મુકી જતા ન હતા અને સરપંચને ટેન્કર ચોરી થઈ ગયુ હોવાની માહિતી મળતા તેમણે તા-17/06/2025ના રોજ પોતાના લેટરપેડ પર ટેન્કર ચોરી થયુ હોવાની લેખિત અરજી મહુવા પોલીસ મથકે આપી હતી.જે વાતને આજે એક માસ થી વધુ સમય થવા છતા ટેન્કર મળ્યુ નથી કે મહુવા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નથી.ત્યારે આ ગંભીર બાબતે મહુવા પોલીસ કેવી કામગીરી હાથ ધરે તેના પર ગ્રામજનોની મીટ મંડાયેલ છે.


