સુરત એરપોર્ટ પર K9 સ્ક્વોડ માટે નવનિર્મિત ડોગ કેનલનું ઉદ્દઘાટન
સુરત એરપોર્ટ ASG ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના (CISF)ના K9 સ્ક્વોડ માટે નવનિર્મિત ડોગ કેનલનું ઉદ્દઘાટન સુરત એરપોર્ટના ડિરેક્ટર આનંદ એન. શર્માના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ASG સુરતના કમાન્ડન્ટ/CASO શ્રી કુમાર અભિષેકની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી.
ઉદ્દઘાટન સમારોહ પછી K9 સ્ક્વોડને ઔપચારિક રીતે નવા કેનલમાં ખસેડવામાં આવ્યું હતું. નવી કેનલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે K9 કૂતરાઓને વધુ સારી રહેઠાણ, સ્વચ્છ વાતાવરણ અને ઉચ્ચ સ્તરની ઓપરેશનલ તૈયારી પૂરી પાડશે. આ માળખાગત સુવિધા ડોગ સ્ક્વોડના કલ્યાણ અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો સુનિશ્ચિત કરશે.
ASG સુરત દ્વારા આ પહેલ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.


