સાંબા ખાતે મોટરસાયકલ સામસામે અથડાતા સર્જાયેલ અકસ્માત માં એક નું મોત
અનાવલ : મહુવા તાલુકાના સાંબા ખાતે બે મોટરસાયકલ અથડાતા ૬૫ વર્ષીય સ્થાનિક મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું.
પોલીસસૂત્રો પરથી મળતી માહિતી મુજબ મહુવા તાલુકાના સાંબા ગામે નિશાળ ફળિયા ખાતે સાંબા હનુમાન ફળિયાના ગમનભાઇ સલવાભાઈ પોતાની મોટરસાયકલ GJ 19 L 5087 લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સામે થી સાંબાના જ રિગ્નેશ પટેલ GJ 19 AK 4501 મોટરસાયકલ પર પુરઝડપે આવી ગમનભાઇ ની મોટરસાયકલને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ગમનભાઇ ને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મહુવા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




