Traffic Tail

ચોમાસાની સિઝનમાં પણ કડોદરા અન્ડરપાસ રહ્યો પાણીમુક્ત: ૪૧ ઈંચથી વધુ વરસાદ પછી પણ અન્ડરપાસમાં ટ્રાફિક સુગમ અને સરળ રહ્યો

SHARE:

ચોમાસાની સિઝનમાં પણ કડોદરા અન્ડરપાસ રહ્યો પાણીમુક્ત: ૪૧ ઈંચથી વધુ વરસાદ પછી પણ અન્ડરપાસમાં ટ્રાફિક સુગમ અને સરળ રહ્યો

CCTV કેમેરાથી અન્ડરપાસનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ


સુરતથી બારડોલી તરફ જતા નેશનલ હાઈવે- ૪૮ પર કડોદરા અન્ડરપાસ ઔદ્યોગિક વિસ્તારમાં સતત ભારે વરસાદ બાદ પણ વાહનવ્યવહાર સુરક્ષિત અને સુગમ બન્યો છે. કડોદરા ચાર રસ્તા, જે મુંબઈ તેમજ દક્ષિણ ગુજરાત તરફથી સુરતમાં પ્રવેશદ્વાર તરીકે મહત્વ ધરાવે છે, જ્યાં કડોદરા અન્ડરપાસ ચોમાસા દરમ્યાન ભારે વરસાદ છતાં એક પણ દિવસ પણ ટ્રાફિકમાં અવરોધ ન સર્જાય એ રીતે કાર્યરત રહ્યો છે. ચોમાસાની આ સિઝન દરમિયાન કડોદરા વિસ્તારમાં ૪૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોવા છતાં અન્ડરપાસમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા સર્જાઈ નથી. સુરત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અન્ડરપાસનું સીસીટીવી કેમેરા દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત વરસાદી પાણીનો અવરોધ ન થાય એ માટે પમ્પિંગનું કાર્ય સતત ચાલી રહ્યું છે. જેનાથી ન માત્ર વાહનચાલકોને રાહત મળી છે, પણ ઔદ્યોગિક વિકાસ માટે મહત્વના માર્ગ પર સતત ટ્રાફિક પ્રવાહ સતત ગતિમાન રાખવામાં સરળતા રહી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!