વલવાડા નેહા રેસિડેન્સીમાં એક અજાણી મહિલા ઘરમાં ઘૂસીને ચોરી તેમજ છોકરા ઉચકવાના આક્ષેપ સાથે પોલીસ બોલાવાઈ.
મહુવા તાલુકાના વલવાડા ગામે આવેલ નેહા રેસિડેન્સી ખાતે આવેલ સોસાયટીના એક મકાનના આગળનું જાળિયું બંધ કરીને એક નાની છોકરી અંદર રમી રહી હતી તે અરસામાં એક અજાણી મહિલા અચાનક જાળી ખોલીને અંદર પ્રવેશી ને કબાટ માંથી રૂપિયા કાઢી લીધા હતા ત્યારબાદ નાની છોકરી જે રમત રમી રહી તેને ઉંચકીને ઘરની બહાર નીકળી ગઈ હતી પરંતુ નાનું છોકરું રડવાનું શરૂ કરતાં જ એની માતા તરત દોડી આવી હતી અને ત્યારબાદ સોસાયટીની આજુબાજુ લોકો પણ દોડી આવ્યા હતા પરંતુ આ અજાણી મહિલા બધા પર રોફ જમાવતી હતી ત્યારે ઘણાં લોકો ભેગા થઈ જતા બાળકને છોડી મૂક્યું હતું ઘટના અંગે મહુવા પોલીસ ને જાણ કરાતા જ મહુવા પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મહિલાને પોલીસ મથકે લઈ જવાઈ છે પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ સ્થાનિક મહિલાઓએ બરાબર મેથીપાક આપ્યો હતો.સ્થાનિકો ના જણાવ્યા અનુસાર આ અજાણી મહિલા સવારથી મોઢું બાંધી ગામમાં ફરતી જોવા મળી હતી જ્યારે નેહા રેસિડેન્સી માં કોઈ આ ઘરમાં કોઈ નજરે નહિ પડતા એકલતા નો લાભ લેવા જતા રંગે હાથ ઝડપાઇ ગઈ હતી.ઘટના અંગે બાળકના માતા પિતા દ્વારા ચોરી તેમજ બાળક ચોરી કરવાના આક્ષેપ સાથે આ અજાણી મહિલા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે.


