Traffic Tail

મહુવા પોલીસે કાની ગામની સીમમાથી હાઇવા ડમ્પરમા લઈ જવાતો 10.86 લાખનો વિદેશીદારૂ ઝડપી પાડ્યો છે. 25,87,500/- નો કુલ મુદ્દામાલ કબ્જે કરી ડમ્પરના ચાલક અને ક્લીનરની અટક કરવામાં આવી જ્યારે 3 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

SHARE:

મહુવા પોલીસ મથકના પી.એસ.આઈ એસ.એમ.પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી. કે કાની ગામની સીમમાં આંટીયા ફળિયાના બસસ્ટેન્ડ નજીકથી એક હાઈવા ડમ્પર નં. GJ-21-W-9063 માં પાસ પરમીટ વિના મોટી માત્રામાં વિદેશીદારૂનો જથ્થો ભરીને જનાર છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો હાઈવા ડમ્પર આવી ચઢતા તેમાં તલાશી લેતા ડમ્પરમાં સંતાડેલ વિદેશીદારૂની બોટલો નંગ 12,060 જેની કિંમત રૂપિયા 10,86,000/- , હાઈવા ડમ્પર તેમજ મોબાઈલ ફોન મળી 25,87,500/- નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે ડમ્પરના ડ્રાઇવર દીપેન્દ્ર શિવપ્રસાદ બાલમુકુંદ યાદવ રહે. સેલવાસ, મૂળ રહે. એમ.પી અને ક્લીનર જશવંત ઉર્ફે સંતોષ સંતનિવાસ ગૌતમ રહે. વલસાડ, મૂળ રહે. યુ.પીનાઓની અટક કરી છે. જ્યારે પાયલોટિંગ કરનાર ઇકો કારના ચાલક , દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને રિસીવરની વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!