Traffic Tail

CISF ના ‘શ્રી અન્ના’ અભિયાનની સફળતા: CISF કર્મચારીઓના ભોજનમાં મિલેટ્સ (શ્રી અન્ન)નો ઉપયોગ ૩૦ % થી વધુ થયો

SHARE:

CISF ના ‘શ્રી અન્ના’ અભિયાનની સફળતા: CISF કર્મચારીઓના ભોજનમાં મિલેટ્સ (શ્રી અન્ન)નો ઉપયોગ ૩૦ % થી વધુ થયો

CISF ની ONGC હજીરા યુનિટની મેસમાં ૩૦ % શ્રી અન્નનો ઉપયોગ

મિલેટ્સ ઉત્પાદનો હવે સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ

CAPF માં દળના કર્મચારીઓની સ્વસ્થ જીવનશૈલી માટે ગૃહ મંત્રાલયના શ્રી અન્ન મિશનમાં યોગદાન આપતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) એ ‘શ્રી અન્ના’ અભિયાન શરૂ કરી દેશભરમાં તેના ૪૩૭ એકમોમાં મિલેટ્સ (શ્રી અન્ન) ના ૩૦ % ઉપયોગના લક્ષ્યને હાંસલ કરી લીધું છે. CISF ના ONGC યુનિટની મેસના ભોજનમાં ૩૦ % શ્રી અન્નનો ઉપયોગ થઈ રહ્યો છે.


ભારતના પ્રયાસોથી UNO- સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ ૨૦૨૩ ને ‘આંતરરાષ્ટ્રીય શ્રી અન્ન વર્ષ’ જાહેર કર્યું હતું. જેના ભાગરૂપે હતી, ગૃહ મંત્રાલયે મે-૨૦૨૩ માં તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના દૈનિક આહારમાં મિલેટ્સનો સમાવેશ કર્યો, તેમ ૨૦૨૪-૨૫ માટે જવાનોના દૈનિક આહારમાં ૩૦ % શ્રી મિલેટ્સનો લક્ષ્યાંક રાખ્યો હતો. CISF ના દૈનિક રોલ કોલ, બ્રીફિંગ, સૈનિક સંમેલન અને અન્ય બેઠકોમાં જવાનોને શ્રી અન્નના લાભો વિશે સતત જાગૃત્ત કરવામાં આવ્યા. સૌ પરિવારના સભ્યો પણ મિલેટ્સને રસોઈમાં નિયમિત સ્થાન આપવા માટે પ્રોત્સાહિત કરાયા છે. CISF દ્વારા “શ્રી અન્ન સારથી – સ્વાદ અને સંસ્કૃતિનો સંગમ’ નામની પુસ્તિકા, ડિજિટલ આવૃત્તિ પ્રકાશિત કરી તેમાં મિલેટ્સ વાનગીઓની રેસિપી અપાઈ છે.
CISF ના તમામ રસોઈયાઓને સ્વાદિષ્ટ શ્રી અન્ન વાનગીઓ બનાવવાની તાલીમ આપવામાં આવી છે. ડાયેટિશિયન અને ડોકટરો દ્વારા ૧૧૧૦ સેમિનાર, વેબિનારો અને વર્કશોપ સાથે ૬૬૨ વ્યાખ્યાનો, ૩૩૫ થી વધુ સફળ પ્રદર્શનો, શ્રી અન્ન મેળાનું આયોજન કર્યું છે. જેમાં મિલેટ્સ એટલે પોષક પાવરહાઉસ, ઓછા પાણી, ખાતર, જંતુનાશકોની જરૂર પડે છે. જીવાતો સામે પ્રતિરોધક છે એવી સમજ અપાઈ છે. મિલેટ્સ ઉત્પાદનો હવે સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!