Traffic Tail

દિન વિશેષ:૧૪ જૂન- ‘વિશ્વ રક્તદાતા દિન’

SHARE:

દિન વિશેષ:૧૪ જૂન- ‘વિશ્વ રક્તદાતા દિન’

થેલેસેમિયા અને સિકલસેલ એનેમિયા ગ્રસ્ત ૨૦૦થી વધુ દર્દીઓ માટે લાઈફ લાઇન સમાન ગોપીપુરા સ્થિત સ્વ.શ્રી ગણપતિ શંકર ઇચ્છારામ મજમુદાર ચે.ટ્રસ્ટ

દર મહિને ૪૦૦થી વધુ યુનિટ રક્ત અનેક લોકોને આપે છે જીવનદાન

અત્યાર સુધી આ ટ્રસ્ટ દ્વારા ૧૮૦૦થી વધુ રક્તદાન કેમ્પ કરી ૧ લાખથી વધુ યુનિટ રક્ત એકત્ર કરાયું છે

રક્ત એ થેલેસિમિયા ગ્રસ્ત બાળકોના જીવનની જરૂરીયાત છે : ટ્રસ્ટના સંચાલક અંકુરભાઈ શાહ


‘every drop counts’.. વિકટ સંજોગોમાં સારવાર લઈ રહેલા દર્દીને મળતા રક્તના દરેક કણ માટે આ વિધાન યથાર્થ સાબિત થાય છે. અને તદ્દન નિ:સ્વાર્થ ભાવથી રકતદાન કરતાં દરેક દાનવીરના સન્માનમાં વૈશ્વિક સ્તરે દર વર્ષે ૧૪ મી જૂનને ‘વિશ્વ રક્તદાતા દિન’ તરીકે ઉજવવામાં આવે છે.
આજે વાત સુરતની એક એવી સંસ્થાની, જે છેલ્લા ૩૫ વર્ષોથી સતત રક્તદાતા અને રક્તવાહક વચ્ચે મહત્વની કડી તરીકે ભૂમિકા ભજવે છે. ગોપીપુરા સ્થિત સ્વ.શ્રી ગણપતિશંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયા અને સિકલસેલ એનેમિયા ગ્રસ્ત બાળકો માટે દર મહિને રકતદાન કરે છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, નાની દમણ, વાપી, સેલવાસ, ઉમરગામ સહિતના વિસ્તારોમાંથી આવતા ૩ થી ૪૨ વર્ષની વયજૂથના અંદાજિત ૨૦૦ થી ૨૫૦ થેલેસેમિયા અને સિકલસેલ એનેમિયા ગ્રસ્તોને રક્તપુરૂ પાડવામાં આવી રહ્યું છે. દૈનિક ૮ થી ૧૦ બાળકો નિ:શુલ્ક લોહી ચઢાવવા માટે અહીં આવે છે.
સંસ્થાના ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ મજમુદારના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૩૫ વર્ષથી સુરતના ગોપીપુરા સ્થિત આ સેન્ટર કાર્યરત છે એમ સંચાલક અંકુરભાઈ શાહે જણાવ્યું હતું. અત્યાર સુધી આ સંસ્થા દ્વારા ૧૮૦૦થી વધુ રકતદાન કેમ્પ કરી ૧ લાખથી વધુ યુનિટ રક્ત એકત્ર કર્યું છે. જે લોહીની ઉણપથી પીડાતા બાળકોને વિનામુલ્યે અપાય છે. સાથે જ સંસ્થા દ્વારા દર્દીઓને આયર્ન, કેલ્શિયમ અને વિટામીનની દવા, લોહીના અને અન્ય રિપોર્ટ તેમજ જરૂરી ઇન્જેકશન પણ આપવામાં આપે છે. દર મહિને રક્તદાન કેમ્પ થકી ૪૦૦થી વધુ યુનિટ રક્તએ અનેક દર્દીઓને જીવનદાન આપે છે.
વધુ વિગતો આપતા જણાવે છે કે, રક્ત એ થેલેસિમિયા ગ્રસ્ત બાળકોના જીવનની જરૂરીયાત છે, ઈચ્છા નહી. અને દર ૧૫ થી ૨૦ દિવસે બાળકને લોહી ન મળે તો બાળકનું જીવન જોખમાય છે. થેલેસેમિયા ગ્રસ્ત એક બાળક પાછળનો ખર્ચ લગભગ ૧૫ થી ૨૦ હજાર જેટલો છે. સંસ્થામાં ડોનરોની અંગે કહ્યું કે, ગોપીપુરા સ્થિત ચાંલ્લા ગલી યુવક મંડળમાં ભાઈ-બહેનો મળીને કુલ ૬૫ થી વધુ વોલિન્ટીયર છે. જેમાં ૧૪ સેન્ચ્યુરી રક્તદાતા છે. જેમણે ૧૦૦થી વધુ વાર રકતદાન કર્યું છે. આ મંડળ દ્વારા ૧૪૦થી વધુ રક્તદાન કેમ્પ યોજીને ૩૦ હજારથી વધુ રક્ત એકત્ર કર્યું છે.
મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર અને સુરતના ડીંડોલીમાં વસતા ૨૬ વર્ષીય સંજય પવાર થેલેસેમિયા મેજરના દર્દી છે. જેમને દર ૧૦ થી ૧૨ દિવસે લોહીની જરૂર પડે છે. ૩ મહિનાની નાની ઉંમરે રોગનું નિદાન થયા બાદ નિયમિત રીતે લોહીની જરૂર પડવાથી તેઓ વર્ષોથી આ સંસ્થામાં નિ:શુલ્ક લાભ મેળવી રહ્યા છે. રક્તદાતા એ અમારા જીવનદાતા છે. એમના પ્રત્યે અમારૂ માન જીવનમૂલ્યથી પણ વધારે છે.
સુરતના પમ્પીંગ સ્ટેશન વિસ્તારમાં રહેતા હીરા વ્યવસાય સાથે સંકળાયેલા રેહાન નસીબખાનના ૧૭ વર્ષીય મલેક જન્મથી થેલેસેમિયા મેજરના દર્દી હોવાથી તેઓ નિયમિત પણે આ સંસ્થામાં રક્તનું ટ્રાન્સફ્યુઝન કરવા આવે છે. તેઓ જણાવે છે કે, મારા જેવા થેલેસેમિયાના બાળકોનો શ્વાસ રક્તદાતાઓ દ્વારા આપવામાં આવેલ રક્ત પર આધાર રાખે છે. તમે રક્ત આપશો તો અમારુ જીવન લાબું જીવાશે.
ઇતિહાસ

લેન્ડસ્ટીનરને ABO(ABO blood group system) રક્ત જૂથ પ્રણાલીની શોધ માટે વર્ષ ૧૯૩૦માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જેથી દર વર્ષે તા.૧૪ જૂનના રોજ કાર્લ લેન્ડસ્ટીનરના જન્મદિવસને ‘રક્તદાતા દિવસ’ તરીકે દર વર્ષે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!