Traffic Tail

સ્થળાંતરિત શ્રમિક પરિવારો માટે ‘વન નેશન, વન રાશનકાર્ડ’ યોજના બની આશીર્વાદરૂપ

SHARE:

અમારૂ રેશનકાર્ડ બિહારનું છે, છતાં એ જ રેશનકાર્ડથી સુરતથી રાશન મેળવી રહ્યા છીએ. :- તમન્ને ઉસ્માન ચંદોલી
સુરતઃસોમવાર:- કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના દ્વારા સંજીવકુમાર ઓડિટોરિયમ, પાલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સુરતમાં વસવાટ કરતા વિભિન્ન રાજ્યોના લોકો ‘વન નેશન, વન રાશનકાર્ડ’ યોજના અંતર્ગત પોતાના વતનનું રેશનકાર્ડ હોવા છતાં સુરતમાં પોતાના વિસ્તારની સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મેળવી રહ્યા છે. 
બિહારના સીતામઢી જિલ્લાના વતની અને લિંબાયત વિસ્તારમાં છેલ્લા ૬ વર્ષથી રહેતા તમન્ને ઉસ્માન ચંદોલી ‘વન નેશન વન રાશનકાર્ડ’ના લાભાર્થી છે, તેમણે આ યોજના બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં ટેકસટાઇલ ક્ષેત્રેમાં હેન્ડવર્કનુ કામ કરૂ છું, પરિવારમાં પત્ની-બાળકો મળીને કુલ ૫ સભ્ય છીએ. ‘વન નેશન, વન રાશનકાર્ડ’ યોજના માધ્યમથી રાશન મળવવું વધુ સરળ બન્યું છે. અમારૂ રેશનકાર્ડ બિહારનું છે, પણ હવે એ જ રેશનકાર્ડથી સુરતમાં રહીને રાશન મેળવી રહ્યા છીએ. આ યોજનાથી અમારા જેવા સ્થળાંતરિત પરિવારોને મોટો ફાયદો થયો છે, અને નજીકની સસ્તા અનાજની દુકાનમાંથી સરળતાથી અનાજ મળી રહે છે. અમને મળવાપાત્ર અનાજના જથ્થામાંથી થોડો જથ્થો પણ લઈ શકીએ છીએ, અને બાકીનો જથ્થો અનુકૂળતાએ લઈ શકીએ છીએ. મેરા રાશન એપની મદદથી અમને કેટલો જથ્થો મળવા પાત્ર છે તે પણ જોઈ શકાય છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, સરકારે વાજબી ભાવની દુકાન પર ગુણવત્તાયુક્ત ઘઉં અને ફોર્ટિફાઇડ ચોખા આપી અમારા આરોગ્યની પણ સંભાળ લીધી છે. રેશનકાર્ડમાં અમને દર મહિને ૧૦ કિલોગ્રામ અનાજ મળી રહ્યું છે. જેમાં ઘઉં અને ચોખા મળતા પરિવારની આર્થિક રીતે બચત પણ થઈ રહી છે, જેથી સરકારશ્રીના આભારી રહીશું

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!