મહુવા તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિયેશન દ્વારા મહુવા મામલતદાર ને આવેદનપત્ર અપાયું.
મહુવા તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિયેશન દ્વારા મહુવા મામલતદાર ને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે ગુજરાતના ૧૭૦૦૦’રાશનશોપ ડીલરોના પડતર પ્રશ્નો બાબતે
રાજયના ગુજરાત ફેર પ્રાઇસ અને કેરોસીન લાઇસન્સ એંડ એસોસિએશન ઓલ ગુજરાત ફેરપ્રાઇસ શોપ
એસોસિએશન દ્રારા ઘણા વર્ષોથી વિવિધ માંગણીઓની ઉપેક્ષા કરાઇ રહી છે જેમાં રાશનશોપ ડીલરોના
પોષણક્ષમ ૨૦,૦૦૦ના મિનિમમ કમિશન એક ટકો વિતરણ ઘટ
અનિયમિત આવતો દર માસનો જથ્થો કટ્ટા જજરિત અને ફાટલા હોવાથી ઘટ સહિતના વિવિધ મુદે સરકારશ્રીના અધિકૃત અધિકારીઓ સાથે અનેક બેઠકો થઇ ચૂક છે તેમાં સરકારશ્રીએ આ પડતર પ્રશ્નો અગે ચોકકસ નીતિ વિષયક સર્વસંમતિ સંધાઇ ગયા બાદ પુરવઠા વિભાગ પાસેથી દરખાસ કરવાનું કમીટમેંટ પણ કરવામાં આવ્યું હતું તેમ છતાં લાંબા સમયથી અમારી પડતર માંગણીઓની સતત ઉપેક્ષા થઇ રહી છે અને યોગ્ય હકારાત્મકતા પણ મળી નથી.૧લી ઓગસ્ટ ૨૦૨૩ ના કાંતિદિને અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના બને એસોસિએશન સહિત
રાજ્યભરના રાશનશોપ ડીલરો જિલ્લા તેમજ તાલુકા પ્રમુખોની સાધારણ સભા મળી હતી. આ બેઠકમાં બંને એસોસિએશન દ્રારા સર્વાનુમતે નક્કી થયા મુજબ રાશનશોપ ડીલરોની પડતર માંગણીઓ મુદ્દે આગામી
સપ્ટેમબર-૨૦ર૩ નો જથ્થો રાજયના એક પર રાશન ડીલર દુકાને નહી ઉતારીને વિતરણની કામગીરીથી
અળગા રહેશે ત્યારબાદ ૦૪ ઓગસ્ટ ર૦૨૩ રોજ રાજ્યના બંને એસોસિએશન દ્રારા ગુજરાતના
મુખ્યમંત્રી તથા કેબિનેટમંત્રી ને પત્ર દ્વારા આ અલ્ટીમેટમ ની જાણ કરાઇ હતી કા લાંબા સમયથી રહેલી,
પડતર માંગણીઓ વણઉકાયેલી રહી હોવાથી ના છુટકે અને મજબુરીવશ થઇએ રાશનશોપ ડીલરો,
અસહકારની ચળવળ શરૂ કરશે ૧ લી ઓગસ્ટે થયેલા આ ઠરાવને અમારો મહુવા તાલુકો સંપૂર્ણ સમર્થન અને ટેકો જાહેર કરે છે અને
તે મુજબ અમો રાશન ડીલરો સપ્ટેમ્બર-૨૦૨૩ નો જથ્થો ઉપાડીશુ નહિ કે દુકાને ઉતારીશું નહિ તેની આપ
સાહેબને આ આવેદનથી જાણ કરીએ છીએ હોવાનું જણાવી ચીમકી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.




