મહુવા સુગરના નવનિયુક્ત ડિરેક્ટર હિમાંશુ પટેલનું હાર્ટ એટેકથી નિધન

SHARE:

મહુવા સુગરના નવનિયુક્ત ડિરેક્ટર હિમાંશુ પટેલનું હાર્ટ એટેકથી નિધન
સુરત,અંબિકા:–અંબિકા તાલુકાના વેલણપુર ગામના વતની અને સહકારી ક્ષેત્રના આગેવાન હિમાંશુ પટેલનું હાર્ટ એટેકથી અચાનક નિધન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. તાજેતરમાં યોજાયેલી મહુવા સુગર ફેક્ટરીની ચૂંટણીમાં હિમાંશુ પટેલ ડિરેક્ટર તરીકે વિજેતા બન્યા હતા. સહકારી ક્ષેત્રે સક્રિય રહી તેમણે આગવી ઓળખ ઊભી કરી હતી. ડિરેક્ટર તરીકેની નવી જવાબદારી સંભાળે તે પહેલાં જ તેમના અચાનક અવસાનના સમાચારથી પરિવારજનો, સગાસંબંધીઓ અને શુભેચ્છકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. તેમના નિધનથી સહકારી ક્ષેત્રે પણ મોટી ખોટ પડી હોવાનું સહકારી આગેવાનોએ જણાવ્યું હતું. હિમાંશુ પટેલના અવસાનના સમાચાર મળતાં વેલણપુર સહિત આસપાસના ગ્રામજનો અને સહકારી આગેવાનો મોટી સંખ્યામાં પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. તેમના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!