ઝેરવાવરા ગામે 19 વર્ષીય યુવકનો આપઘાત આત્મહત્યાનું કારણ હજુ અકબંધ.

SHARE:

ઝેરવાવરા ગામમાં 19 વર્ષના યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

​અંબિકા:-સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ઝેરવાવરા ગામમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે,જ્યાં એક 19 વર્ષીય આશાસ્પદ યુવકે પોતાના જ ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.યુવકના આ આત્મઘાતી પગલાથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
​મળતી વિગતો મુજબ,ઝેરવાવરા ગામના ભગત ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા પ્રવિણભાઈ કાંતિભાઈ પટેલના 19 વર્ષ અને 10 મહિનાના પુત્ર હર્ષકુમાર પટેલે ગઈકાલ તારીખ 11/07/2026 ના રાત્રે 11:00 વાગ્યાથી લઈ તારીખ 12/07/2026 ના વહેલી સવારના 03:00 વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાના ઘરની પજારીમાં લાકડા સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
​આ ઘટના અંગે મૃતકના પિતા પ્રવિણભાઈ પટેલે સ્થાનિક અનાવલ પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાના આસપાસ જાણ કરી હતી.ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.​પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023 ની કલમ 194 હેઠળ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ બાબુભાઈ ચલાવી રહ્યા છે.યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!