Traffic Tail

અંબિકા તાલુકાની ચાર શાળાઓના બાળકોને પ્રવેશ કરાવતા સુરત જિલ્લા પશુપાલન અધિકારી ડો.મયુર ભીમાણી

SHARE:

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ

અંબિકા તાલુકાની ચાર શાળાઓના બાળકોને પ્રવેશ કરાવતા સુરત જિલ્લા પશુપાલન અધિકારી ડો.મયુર ભીમાણી

સુરત જિલ્લાના અંબિકા તાલુકાના તરકાણી, દાઉતપોર, કુમકોતર તથા જામલપાડા ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા પશુપાલન અધિકારી ડો.મયુર ભીમાણીએ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે આંગણવાડી, બાલવાટિકા તથા ધો.૧ના બાળકોને કુંમકુંમ તિલક રીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
પશુપાલન અધિકારીશ્રીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે નિયમિત અભ્યાસ, પરિશ્રમ અને શિસ્તને જીવનનો અભિન્ન ભાગ બનાવવા પ્રેરિત કર્યા હતા. તેમણે સૌ બાળકોને ઉચ્ચ અભ્યાસ કરીને ગામ, સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપવાનો અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!