Traffic Tail

આપત્તિ સામે રિયલ ટાઈમ એલર્ટ આપતી ભારત સરકારની આ એપ મોબાઇલ માં હોવી ખૂબ જરૂરી.

SHARE:

આપત્તિ સામે નાગરિકોની સુરક્ષા માટે ભારત સરકારનું મહત્વનું કદમ: રિયલ-ટાઈમ એલર્ટ આપતી ‘SACHET’ (સચેત) એપ દરેકના મોબાઈલમાં હોવી ખુબ જરૂરી

નાગરિકો ને કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ સામે પૂર્વચેતવણી આપીને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા એક અત્યાધુનિક નેશનલ ડિઝાસ્ટર એલર્ટ એપ્લિકેશન ‘SACHET’ (સચેત) વિકસાવવામાં આવી છે. આ એપ્લિકેશન પૂર, વાવાઝોડું, ભારે વરસાદ, વીજળી પડવાની શક્યતા, સુનામી, ભૂકંપ, ભૂસ્ખલન, જંગલની આગ અને હીટવેવ કે કોલ્ડવેવ જેવી ગંભીર આપત્તિઓ અંગે રિયલ-ટાઈમ અને સત્તાવાર ચેતવણીઓ સીધી નાગરિકોના મોબાઈલ સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ સિસ્ટમમાં મોકલવામાં આવતી તમામ વિગતો દેશની સર્વોચ્ચ અધિકૃત એજન્સીઓ દ્વારા પ્રમાણિત કરીને જાહેર કરવામાં આવે છે, જેથી અફવાઓથી બચી શકાય અને નાગરિકો સુધી માત્ર સચોટ માહિતી જ પહોંચે.
આ એપ્લિકેશનની સૌથી મોટી વિશેષતા તેની જીઓ-ટાર્ગેટેડ એલર્ટ ટેકનોલોજી છે, જે યુઝરના વર્તમાન લોકેશનના આધારે આપમેળે જે-તે વિસ્તારના જોખમોની માહિતી આપે છે. આપત્તિના સમયે લોકો ગભરાયા વગર યોગ્ય પગલાં લઈ શકે તે માટે આમાં શું કરવું અને શું ન કરવું ની વિગતવાર માર્ગદર્શિકા તેમજ સીધા સંપર્ક માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ભારત જેવા વિવિધતાસભર દેશમાં ભાષાની મર્યાદા ન નડે તે માટે આ એપ્લિકેશન ગુજરાતી સહિત ૧૨ મુખ્ય ભારતીય ભાષાઓ સપોર્ટ કરે તાજેતરમાં દેશભરમાં મોબાઈલ સ્ક્રીન પર તીવ્ર એલાર્મ અવાજ સાથે જે ‘ઇમરજન્સી એલર્ટ ટેસ્ટ મેસેજ’ મોકલવામાં આવ્યો હતો, જે કટોકટીના સમયે સેલ્યુલર નેટવર્ક ખોરવાયેલું હોય તો પણ કામ કરવાની ક્ષમતા ધરાવે છે.
આપણા સુરત અને દક્ષિણ ગુજરાત જેવા દરિયાકાંઠાના અને તાપી નદીના પૂર પ્રભાવિત વિસ્તારો માટે આ એપ્લિકેશન આશીર્વાદરૂપ સાબિત થશે, જ્યાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ, વાવાઝોડા અને દરિયાના ઊંચા મોજાનું જોખમ સતત રહેતું હોય છે. વહીવટી તંત્રે તમામ નાગરિકોને પોતાના અને પોતાના પરિવારના સક્ષમ સુરક્ષા કવચ માટે આ નિઃશુલ્ક એપ્લિકેશનને ડાઉનલોડ કરવા તેમજ સત્તાવાર વેબ પોર્ટલ sachet.ndma.gov.inની મુલાકાત લેવા ખાસ અપીલ કરી છે.
https://play.google.com/store/apps/details?id=com.cdotindia.capsachet

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!