સુરત જિલ્લા: તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૬
તાલુકા પંચાયતોની કુલ ૨૦૪ બેઠકો માટે ૬,૪૪૯ પોલીંગ સ્ટાફ ચૂંટણી ફરજમાં જોતરાશે
સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬નો માહોલ જામ્યો છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા પંચાયતોની ચૂંટણી પ્રક્રિયાને ન્યાયિક અને પારદર્શી સુરત જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોની કુલ ૨૦૪ બેઠકો પર મતદાનની કામગીરી સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે ૬,૪૪૯ પોલીંગ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો છે. લોકશાહીના આ પર્વમાં પારદર્શિતા અને ચોકસાઈ જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુંટણી અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાની ૨૪ બેઠકો માટે ૭૩૮ અને માંડવી તાલુકાની ૧૮ બેઠકો માટે ૬૭૩ કર્મચારીઓ લોકશાહીના પર્વમાં ફરજ બજાવશે. આ જ રીતે અરેઠ તાલુકાની ૧૬ બેઠકો માટે ૪૫૫, કામરેજની ૨૦ બેઠકો માટે ૯૮૮ અને બારડોલી તાલુકાની ૨૨ બેઠકો માટે ૭૭૫ પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે. ગ્રામીણ વિસ્તારોમાં મતદાનની ટકાવારી વધે અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રહે તે માટે માંગરોળ તાલુકાની ૨૪ બેઠકો માટે ૯૦૪, ઉમરપાડાની ૧૬ બેઠકો માટે ૪૯૦, ચોર્યાસીની ૧૬ બેઠકો માટે ૩૨૫, પલસાણાની ૧૬ બેઠકો માટે ૩૬૬, મહુવાની ૧૬ બેઠકો માટે ૩૫૦ અને અંબિકા તાલુકાની ૧૬ બેઠકો માટે ૩૮૫ કર્મચારીઓ મળીને કુલ ૬,૪૪૯ સ્ટાફ મતદાન મથકો પર ખડેપગે રહેશે.
આ નિયુક્ત સ્ટાફમાં પ્રિસાઇડિંગ ઓફિસર્સ, પોલીંગ ઓફિસર્સ અને અટેન્ડન્ટ્સનો સહિતનો સ્ટાફગણ ચૂંટણી ફરજ પર તૈનાત રહેશે. તાલુકા પંચાયતની કુલ ૨૦૪ બેઠકો પર ન્યાયિક અને ભયમુક્ત વાતાવરણમાં મતદાન યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચૂંટણી અધિકારીઓ અને પોલીસ તંત્ર સાથે સંકલન સાધીને મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.




