Traffic Tail

સુરત ખાતે આયોજીત કન્ટીન્યુઅસ લોક અદાલતને મળી ઝળહળતી સફળતા.

SHARE:

સુરત ખાતે આયોજીત કન્ટીન્યુઅસ લોક અદાલતને મળી ઝળહળતી સફળતા:

સુરત જીલ્લા ખાતે યોજાયેલ કન્ટીન્યુઅસ લોક અદાલતમાં પક્ષકારોનો અભૂતપુર્વ પ્રતિસાદ મળ્યો

 નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી, સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડીયા, ન્યુ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની અનુશ્રામાં જીલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધિશશ્રી રાહુલ એ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા તેમજ તાલુકાની અદાલતોમાં આજરોજ રોજ કન્ટીન્યુઅસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પક્ષકારો તેમજ વકિલશ્રીઓનો અભુતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. લોક અદાલતમાં મોટર વાહન અકસ્માતના કુલ-૧૪ કેસોનો નિકાલ કરાયો હતો. જેમાં એક કેસમાં રૂ.૪૩ લાખ જેવી મોટી રકમનું સમાધાન થયું હતુ. જયારે અન્ય કેસમાં રૂ.૩૯ લાખની રકમનું સમાધાન થયું હતુ. આ લોક અદાલતમાં રૂ.૨.૫૯ કરોડના એવોર્ડ કરવામાં આવ્યા હતા. જેમાં મૃત્યુ થનારાના વારસોના તાત્કાલિક વળતરની રકમની ચૂકવણીનો આદેશ કરવામાં આવ્યો હતો.
આ લોક અદાલતમાં ચેક બાઉન્સના કુલ-૫૦૯ કેસોનો નિકાલ થયો હતો અને મોટી રકમની વસુલાત થઈ હતી. ડીજીવીસીએલ સને-૨૦૧૯ના એક દાવામાં રૂ.૧.૪૩ કરોડનું સમાધાન થયુ હતુ. આ લોક અદાલતમાં કુલ રૂ.૨૪.૭૫ કરોડની રીકવરી થઈ હતી. લોકઅદાલતને સફળ બનાવવા માટે એમ.એ.સી.પી. તેમજ સીવીલ અને ક્રિમીનલ કેસોમાં પ્રેક્ટિસ કરતા વકીલશ્રીઓ તેમજ ડિસ્ટ્રીકટ બાર એસોસીએશન અને સીટી બાર એસોસીએશનનો વિશેષ સહકાર પ્રાપ્ત થયો છે.
આજરોજ યોજાયેલ લોક અદાલતમાં પક્ષકારો, વકીલશ્રીઓએ તથા જાહેર જનતા દ્વારા ખુબ જ ઉત્સાહપુર્વક ભાગ લેતા લોક અદાલતને જવલંત સફળતા પ્રાપ્ત થઈ હતી. જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરતના અધ્યક્ષશ્રી અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી રાહુલ એ. ત્રિવેદી દ્વારા આગામી લોક અદાલતનો વધુમાં વધુ લાભ લઈ પોતાની તકરારોનો સમાધાનકારી રીતે નિકાલ લાવવા અનુરોધ કર્યો હતો. તેમ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ ડી.આર.જોષીની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!