Traffic Tail

સિંચાઇ યોજના સાકાર થવાથી ઉમરપાડા તાલુકામાં આવશે હરિયાળી

SHARE:

સિંચાઇ યોજના સાકાર થવાથી ઉમરપાડા તાલુકામાં આવશે હરિયાળી

અમારુ વર્ષો જુનું સ્વપ્ન સાકાર થયું છે: હવે અમે સિઝનમાં ત્રણ પાક લઈશુ: દેવજીભાઈ વસાવા, સાદડાપાણી ગામ

ઉમરપાડા તાલુકાના સાદડાપાણી ગામના ૭૦ વર્ષીય દેવરાજભાઈ વસાવાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, હું નાનપણથી જ પરિવારના પરંપરાગત વ્યવસાય એવી ખેતી કરૂ છું. અમારો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ હોવાથી ચોમાસાની ઋતુમાં ખૂબ વરસાદ પડે પણ ઉતરાયણ આવતા પાણીની તંગી થવા લાગે. ઉનાળામાં પાણી વિના ઘણી મુશ્કેલ પરિસ્થિતિનુ નિર્માણ થાય છે.
ઉનાળામાં તો બિલકુલ પાણી રહેતું ન હતું. પણ રાજ્ય સરકાર દ્વારા તાપી-કરજણ લિક પાઈપલાઈન સિંચાઈ યોજનાના પરિણામે હવે અમને બારેમાસ સિંચાઈનું પાણી મળી રહેશે. અમારુ વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું છે. હવે અમે સિઝનમાં ત્રણ પાક લઈશુ. આટલી મોટી યોજના બદલ દેવજીભાઈએ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!