મહુવા સુગરમિલમાં પીલાણ સિઝન પૂર્ણ.
સુગરમિલો વહેલી બંધ થતાં ભવિષ્યમાં સંકટ ના એંધાણ.
નવ નિર્મિત અંબિકામાં આવેલ શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ મંડળી લિ. બામણિયામાં શેરડી પીલાણનું કાર્ય પૂર્ણ થતાં ફકેટરી બંધ કરવામાં આવી છે.દર વર્ષની સરખામણીમાં આ વર્ષે પીલાણ સિઝન વહેલી પૂર્ણ થવા પામી છે.વધતી મોંઘવારી વચ્ચે ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તેમજ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવતા પાકો મેળવવા તરફ વળ્યા છે તો બીજી તરફ ગોળ ઉત્પાદન કરતા ગોળ ના કોલામાં શેરડીના ઉંચા ભાવ અને રોકડ રકમ આપવામાં આવે છે જેને લઈને બિન સભાસદ ખેડૂતો ગોળ ના કોલામાં શેરડી આપી રહ્યા છે ત્યારે હાલ મહુવા સુગરમાં પીલાણ સિઝન 2025/26 પૂર્ણ થઈ ગઈ છે તો પીલાણ સિઝન બંધ થતાં માલ વાહક વાહનો સિઝનના અંતમાં પોતાના વાહનોને શણગારી અને મજૂરો પણ ગુલાલ સાથે ઉત્સવ જેવો માહોલ ઉજવે છે હાલ તો મહુવા સુગરમિલમાં પીલાણ સિઝનનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે.





