Traffic Tail

મહુવા ના ના. કાર્યપાલક એન્જિનિયર નું ફરજ ઉપર મોત નીપજ્યું

SHARE:

મહુવા ના ના. કાર્યપાલક એન્જિનિયર નું ફરજ ઉપર મોત નીપજ્યું

મહુવા પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ મહુવા તાલુકા પંચાયત ના સિંચાઈ પેટા વિભાગ મા ફરજ બજાવતા ના. કાર્યપાલક એન્જિનિયર નું ચાલુ ફરજે બેભાન હાલત માં મોત નીપજ્યું હતું. ઘટના ન પગલે ભારે ચકચાર મચી હતી.

ગણદેવી ના નાંદરખા ખાતે રહેતા ઇન્દ્રવદન બાલુ પટેલ મહુવા તાલુકા પંચાયત ના સિંચાઈ પેટા વિભાગ માં ગત એક વર્ષ થી નાયબ કાર્યપાલક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. ગત રોજ તા.૭ મી એ રાબેતા મુજબ સવારે ઘરે થી નીકળી ઓફિસ ગયા હતા. તેમને સુગર,પ્રેશર અને એરિધિમિયા ની બીમારી હોઈ બપોરના સમયે તેમના પત્ની એ ફોન કરતા તેઓએ ફોન ઉપાડ્યો નહોતો. તેમના ડ્રાઈવર ને ફોન કરી પૂછતા ડ્રાઈવરે ઓફિસ માં તપાસ કરી જવાબ આપવા કહ્યું હતું. ઓફિસ માં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ ઓફિસ ના બાથરૂમ માં બેભાન થઈ ગયા હતા. અને તેમને મહુવા ની સરકારી હોસ્પિટલ માં લઈ જવાયા છે. પરિવારજનો હોસ્પિટલ માં આવી પહોંચ્યા હતા. જ્યાં ના. એન્જિનિયર ને ઇમરજન્સી વોર્ડ માં જોયા હતા. જ્યાં ફરજ ઉપર ના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવાર માં શોક ફેલાયો હતો. બનાવ ના પગલે કચેરી માં પણ શોક નું વાતાવરણ જણાયું હતું.મહુવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!