સુરત શહેરમાં જો હવે બિનજરૂરી હોર્ન વગાડશો, જોજો હવે કંઈક આવું થશે…..
શહેરમાં બિનજરૂરી હોર્ન વગાડી ધ્વની પ્રદુષણ કરવા પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશનરનું જાહેરનામું
સુરત શહેરમાં જાહેર સલામતિ અને કાયદો જળવાય રહે તે માટે ઘોંઘાટ ઉત્તપન્ન કરતા અને નિપજાવતા શ્રોત-બિનજરૂરી હોર્ન વગાડવા પર ધ્વનિ પ્રદુષણ નિયમો-૨૦૦૦ અને તેના સુધારાઓ અન્વયે નિયંત્રણ અને નિયમન માટે પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર કોઇ પણ ઉત્પાદક/ ડીલર/ દુકાનદાર/ એજન્સી/ વ્યક્તિ/ કે વ્યક્તિઓના સમુહ દ્વારા નોઇસ સ્ટાન્ડર્ડનાં નિયત ડેસીબલ મુજબનાં નિયમોનું ઉલંધન કરે તેવા હોર્નનું વેચાણ કરવા પર, વાહન ચાલકો દ્વારા ઔધોગિક, વાણિજ્ય, રહેણાંક, અને શાંત વિસ્તારમાં બિનજરૂરી હોર્ન વગાડવા પર પ્રતિબંધ દર્શાવ્યો છે. આ જાહેરનામું તા. ૩૧/૩/૨૦૨૬ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.



