Traffic Tail

તા.૩૧ જાન્યુ.એ શહેરમાં યોજાનારી ‘કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET-૨૦૨૬’ માટે પોલીસ કમિશનરનું જાહેરનામું.

SHARE:

તા.૩૧ જાન્યુ.એ શહેરમાં યોજાનારી ‘કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET-૨૦૨૬’ માટે પોલીસ કમિશનરનું જાહેરનામું.

 

તા.૩૧/૦૧/૨૦૨૬,શનિવારના રોજ બપોરે ૧:૦૦થી ૩:૦૦ કલાક દરમિયાન શહરેનાં કુલ ૧૨૩ કેન્દ્રો પર ‘કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET-૨૦૨૬’ યોજાશે. જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ના પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાય રહે એ માટે સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે મુજબ, પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલા પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર ચાર કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા ઉપર, ઝેરોક્ષ સેન્ટર પરીક્ષા દરમ્યાન ચાલુ રાખવા, વાહનો ઉભા રાખવા પર, પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારીઓ(સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન, ઈલેકટ્રોનિક્સ ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા/લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ પરીક્ષામાં રોકાયેલ અને સરકારી નોકરી કે રોજગાર પર ફરજ બજાવતા કર્મચારીઓને લાગુ પડશે નહીં. આ હુકમનો અમલ તા.૩૧/૧/૨૦૨૬નાં રોજ કરાશે. અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!