Traffic Tail

મહુવા તાલુકામાં રૂ.૩.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૪ ચેકડેમોનું ધારાસભ્યશ્રી મોહનભાઈ ધનજીભાઈ ઢોડિયાના હસ્તે ખાતમુહૂર્ત

SHARE:

મહુવા તાલુકામાં રૂ.૩.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૪ ચેકડેમોનું ધારાસભ્યશ્રી મોહનભાઈ ધનજીભાઈ ઢોડિયાના હસ્તે ખાતમુહૂર્ત

નવા ચેકડેમો બનવાથી ભૂગર્ભજળ સ્તર ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઈ માટે વધુ સુવિધા પ્રાપ્ત થશે

રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગ દ્વારા મહુવા તાલુકામાં મંજૂર કરવામાં આવેલ વિવિધ ચેકડેમોના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
ઉકાઈ ડાબા કાંઠા નહેર સંશોધન વિભાગ નં.૨, વાલોડના ઉપક્રમે રાજ્ય સરકારના જળસંચય અભિયાનને વેગ આપવા માટે મહુવા તાલુકાના વિવિધ ગામોમાં અંદાજે રૂ.૩.૧૪ કરોડના ખર્ચે ચેકડેમો બનાવાશે. જેમાં ધારાસભ્યના હસ્તે રૂ. ૮૮.૧૬ લાખના ખર્ચે નિર્માણ પામનાર બુટવાડા ચેકડેમ, રૂ.૬૬.૧૭ ના ખર્ચે વલવાડા ચેકડેમ, રૂ.૮૮ લાખના ખર્ચે વેલણપુર ચેકડેમ તેમજ રૂ. ૭૨ લાખના ખર્ચે ભોરીયા ચેકડેમનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ નવા ચેકડેમો બનવાથી વિસ્તારમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઈ માટે વધુ સુવિધા પ્રાપ્ત થશે.
આ પ્રસંગે જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, તા.પં. પ્રમુખ શીલાબેન પટેલ, જિ.પં.બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ તેમજ અન્ય પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!