Traffic Tail

મહુવા બારડોલી સ્ટેટ હાઇવે પર તરસાડી ગામની સીમમાં બે મોટર સાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત

SHARE:

મહુવા બારડોલી સ્ટેટ હાઇવે પર તરસાડી ગામની સીમમાં બે મોટર સાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ​મહુવા બારડોલી સ્ટેટ હાઈવે પર તરસાડી ગામની સીમમાં તારીખ-17/01/2026ને શનિવારના રોજ સાંજના આશરે 6:30 વાગ્યાના સુમારે બે મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.મહુવા તાલુકાના નળધરા ગામના રહીશ સહદેવભાઇ કાંતીભાઇ ચૌધરી પોતાની હીરો પેશન પ્રો મોટરસાયકલ (GJ-19 AS-9858) લઈને બારડોલીથી મહુવા તરફ આવી રહ્યા હતા.તે દરમિયાન ​સાંઈકૃપા ઉદ્યોગ નગર પાસે તેમણે પોતાની બાઇક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ જતી ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામેથી આવતી હીરો હોન્ડા સ્પ્લેન્ડર (GJ-19 N-781) સાથે જોરદાર ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.​આ અકસ્માતમાં મહુવા તાલુકાના તરસાડી ગામના સ્પ્લેન્ડર ચાલક ચેતનભાઇ નટુભાઇ સુચલ (રબારી) (ઉંમર-42) ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટના અંગે મૃતકના ભાઈએ મહુવા પોલીસ મથકે અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!