Traffic Tail

મહુવા નવા પુલ નજીક 2.62 લાખનો દારૂ ભરેલી કાર પકડાઈ

SHARE:

મહુવા નવા પુલ નજીક 2.62 લાખનો દારૂ ભરેલી કાર પકડાઈ

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સુરત જિલ્લા એલસીબી ટીમને બાતમી મળી હતી કે દમણ થી અર્ટિગા કાર (DD-03-K-5824)માં વિદેશી દારૂનો જથ્થો ભરીને કાર અનાવલ મહુવા થઈ બારડોલી તરફ જનાર છે.જે બાતમી આધારે જિલ્લા એલસીબીની ટીમ મહુવા નવા પુલ નજીક ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી બેઠા હતા તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તલાસી લેતા અંદરથી મોટા પ્રમાણમા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 900 બોટલ કિંમત રૂ.2,62,320 ,મોબાઈલ કિંમત રૂ.5000 અને કાર કિંમત રૂ.5 લાખ અને રોકડ રૂ.1400 મળી કુલ્લે 7,68,720 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક અંકિતભાઈ સતેન્દ્રકુમાર પટેલ(રહે-દમણ)ની ધરપકડ કરી હતી.જ્યારે વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર તથા પાયલોટિંગ કરનાર શંકરકુમાર પંચમસિંગ યાદવ (રહે-કડોદરા)ને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!