Traffic Tail

પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો લેખિતમાં રજૂ કરવા અનુરોધઃ

SHARE:

સુરત શહેરના ઉધનાના શીટ નં.૪૩, ૬૯ અને ૧૩ના રેકર્ડનું જમીન મહેસુલ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવનાર છેઃ આ રેકર્ડ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું છે

પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો લેખિતમાં રજૂ કરવા અનુરોધઃ

સુરત શહેરના ઉધનાના સિટી સર્વેમાં દાખલ કરવા માટે મળેલી મંજૂરી અનુસાર ઈન્કવાયરી અધિકારી: ૪૬+૫/૧ કિમી ત્રિજ્યાની કચેરી,ઉધનાના શીટ નં. ૪૩: ચા.નં.૬૩, શીટ નં. ૬૯: ચા.નં.૧૧૦, ૧૧૪, શીટ નં. ૧૩ ના મૂળ ચા.નં.૦૧ ના ૨૫૩૨ એકમોનું રેકર્ડ તૈયાર કરીને તા.૭/૧/૨૦૨૬ના રોજ ગુજરાત મહેસુલ નિયમો મુજબ પ્રમાણિત કરવામાં આવનાર છે. ઈન્કવાયરી અધિકારી ઉધનાનું તૈયાર થયેલ રેકર્ડ, પ્રોપર્ટી, કાર્ડ, નકશા કે અન્ય રેકર્ડ ખુલ્લું મુકવામાં આવ્યું છે જેથી સામે જો કોઈ કોઈને વાંધો હોય તો તા.૭/૧/૨૦૨૬ સુધીમાં ઈન્કવાયરી અધિકારી-ઉધનાની કચેરી, ૪૬+૫/૧ કિમી ત્રિજ્યાની કચેરી, જૂની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા ખાતે લેખિતમાં રજૂ કરવા નાયબ નિયામક જમીન દફતરની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!