બાળમજૂરી નાબુદી અભિયાન હેઠળ ટાસ્કફોર્સ કમિટીની બેઠક પ્રાંત અધિકારી વી.જે. ભંડારીના અધ્યક્ષસ્થાને મળી

SHARE:

બાળમજૂરી નાબુદી અભિયાન હેઠળ ટાસ્કફોર્સ કમિટીની બેઠક પ્રાંત અધિકારી વી.જે. ભંડારીના અધ્યક્ષસ્થાને મળી
 
નવેમ્બર મહિના દરમિયાન ચાર રેડ કરીને ચાર તરૂણ શ્રમિકોને મુક્ત કરાયાઃ

બાળ મજૂરી નાબુદી અભિયાન હેઠળ સુરત ચાઈલ્ડ લેબર જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની બેઠક પ્રાંત અધિકારીશ્રી વી.જે ભંડારીના અધ્યક્ષસ્થાને મળી હતી.
બેઠકમાં નાયબ શ્રમ આયુકત એચ.એસ.ગામીતે જણાવ્યું કે, ગત નવેમ્બર મહિના દરમિયાન વિવિધ વિસ્તારોના ચા સ્ટોલ, લેસ–પટ્ટી વર્ક, સાડી ફિનિશિંગ, હોટ ફિક્સ યુનિટ, ફેશન શોપ જેવા યુનિટોમાં રેડ કરી ચાર તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. જેમાં એક તરૂણીનો પણ સમાવેશ થાય હતો. જે તે સંસ્થા સામે એફ.આઈ.આર. સહિતની કામગીરીની વિગતો આપી હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આ તરુણોનું રેસ્કયુ કરી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા પુનઃવસન કરવામાં આવ્યું છે. સમયાંતરે બાતમી તથા અન્ય સોર્સના આધારે રેડની કાર્યવાહી કરવામાં આવે છે.
શ્રી વી.જે ભંડારીએ મુક્ત કરવામાં આવેલા તરૂણ શ્રમિકોનું શૈક્ષણિક તેમજ આર્થિક પુન:વસન થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.આર.જોષી, શિક્ષણ, સમાજ કલ્યાણ, બાળ સુરક્ષા યુનિટ, પોલીસ અધિકારીઓ, કમિટિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!