Traffic Tail

બાગાયત યોજનાઓ માટેનું આઈ-ખેડૂત પોર્ટલ તા.૩૧મી ઓક્ટો. સુધી ખૂલ્લું રહેશે: બાગાયતી ખેડૂતોને વિવિધ યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી કરવાની તક

SHARE:

બાગાયત યોજનાઓ માટેનું આઈ-ખેડૂત પોર્ટલ તા.૩૧મી ઓક્ટો. સુધી ખૂલ્લું રહેશે: બાગાયતી ખેડૂતોને વિવિધ યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી કરવાની તક

સુરત જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે, જેનો લાભ લેવા માટે ખેડૂતોમિત્રો નજીકના ઈ-ગ્રામ સેન્ટર, સાયબર કાફે અથવા સુરત બાગાયત કચેરીમાં સવારના ૧૧:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા દરમ્યાન ૭/૧૨, ૮-અ, આધાર કાર્ડ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઈ જઈને ikhedut.gujarat.gov.in સાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ કાગળો દિન ૭ મા નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઈન્સ, સુરત ખાતે જમા કરાવવી. વધુ વિગતો ફોન નં.૦૨૬૧-૨૬૫૫૯૪૮ ઉપર સંપર્ક કરવાથી મળી શકશે.
જરૂરી કાગળો વિનાની તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવાશે નહીં. સાઈટ પર કરી શકાય છે. વધુ જાણકારી માટે સરગવાની ખેતીમાં સહાય, આંબા-જામફળમાં ફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કમલમ ફળપાકની ખેતીમાં સહાય કોમ્પ્રિહેંસીવ હોર્ટિકલચર ડેવેલેપમેન્ટ કાર્યક્રમ, ફળ પાક પ્લા, મટી, ફળ પાક પ્લા. મટી.- વનબંધુ, બાગાયતી પાકોના પ્રોસેસિંગના નવા યુનિટ, ડિસ્ટિલેશન યુનિટ, કોલ્ડ ચેઈન- વીજદર સહાય ટીસ્યુકલ્ચર ખારેક, ખેતર પર શોર્ટિંગ ગ્રેડીંગ પેકીંગ એકમ ઉભા કરવા સહાય અને હવાઈ નૂર ઘટક કરી શકાશે એમ નાયબ બાગાયત નિયામકશ્રી-સુરતની યાદીમાં જણાવાયુ છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!