Traffic Tail

શહેરમાં ગત પાંચ દિવસમાં વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ ૯,૭૫૩ કેસો: સ્થળદંડ તેમજ ઇ-ચલણની કાર્યવાહી કરાઈ

SHARE:

શહેરમાં ગત પાંચ દિવસમાં વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ ૯,૭૫૩ કેસો: સ્થળદંડ તેમજ ઇ-ચલણની કાર્યવાહી કરાઈ

શહેર વિસ્તારમાં બનતા પ્રાણઘાતક અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનનાં સુચારુ સંચાલન માટે શહેર પોલીસ કમિશ્નર તથા સંયુક્ત પો.કમિશ્નર(ટ્રાફિક)ના માર્ગદર્શન મુજબ તા.૨૮/૧૧/૨૦૨૫થી તા.૦૨/૧૨/૨૦૨૫ દરમિયાન પાંચ દિવસમાં શહેરમાં સ્પે. ડ્રાઇવ યોજાઈ હતી. જે અંતર્ગત સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો, હેલ્મેટ વગર, ઑવર-સ્પીડીંગ, ટ્રાફિક-સિગ્નલ ભંગ કરતા વાહન-ચાલકો તથા ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ સ્થળદંડ તેમજ ઇ-ચલણનો માધ્યમથી કુલ ૯,૭૫૩ કેસો કરવામાં આવ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!