Traffic Tail

અનાવલ ભીનાર રોડ પર બાઈકની ટકકરે રાહદારીનું મોત

SHARE:

અનાવલ ભીનાર રોડ પર બાઈકની ટકકરે રાહદારીનું મોત

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ અંબિકા તાલુકાના અનાવલ ભીનાર રોડ પર ગિરધારી ગ્વાલ શાહ (ઉં-46) તા-14/10/2025ના રોજ 6 વાગ્યે પગપાળા જઈ રહ્યા હતા.તે દરમિયાન મોટરસાયકલ (GJ-21-AR-1034)ના ચાલકે પોતાના કબ્જાની મોટરસાયકલ પુર ઝડપે અને ગફ્લતભરી રીતે હંકારી લાવી રાહદારી ગિરધારીભાઈ શાહ ને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ગિરધારીભાઈ ગંભીર રીતે ઘવાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તા-28/11/2025ના રોજ તેમનુ મોત નિપજતા પરિવારજનોમા ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!