Traffic Tail

જવાહર નવોદય વિદ્યાલય-વાંકલના ધો.૬માં પ્રવેશ માટેની સિલેકશન ટેસ્ટ ૧૩મી ડિસેમ્બરે: જિલ્લાના ૨૨ કેન્દ્રો પર યોજાશે પરીક્ષા

SHARE:

જવાહર નવોદય વિદ્યાલય-વાંકલના ધો.૬માં પ્રવેશ માટેની સિલેકશન ટેસ્ટ ૧૩મી ડિસેમ્બરે: જિલ્લાના ૨૨ કેન્દ્રો પર યોજાશે પરીક્ષા

ઉમેદવારોએ https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard લિંક મારફતે એડમિટ કાર્ડ્સ ડાઉનલોડ કરવા

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે નોંધણી નંબર અને જન્મ તારીખ ફરજીયાત

પરીક્ષા સંબંધિત અન્ય કોઈ પ્રશ્ન માટે જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા અનુરોધ

શૈક્ષણિક સત્ર ૨૦૨૬-’૨૭ માટે પી.એમ શ્રી શાળા (PMSS) જવાહર નવોદય વિદ્યાલય(JNV), વાંકલના ધોરણ ૬માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટી(JNVST)-આગામી તા.૧૩મી ડિસેમ્બરના રોજ જિલ્લાના ૨૨ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. તમામ નોંધાયેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard લિંક મારફતે એડમિટ કાર્ડ્સ ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તેમનો નોંધણી નંબર  અને જન્મ તારીખ દાખલ કરવાનો રહેશે.
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં અથવા પરીક્ષા સંબંધિત અન્ય કોઈ પ્રશ્ન માટે, ઉમેદવારો/વાલીઓ હેલ્પલાઇન નંબરો(૯૪૨૭૯ ૮૧૨૮૦, ૭૯૮૪૨૭૨૨૬૭, ૯૩૫૩૪ ૩૭૦૬૬) પર અથવા ઈમેલ(jnvsuratvankal@gmail.com) દ્વારા વિદ્યાલયનો સંપર્ક કરી શકે છે.
ઉમેદવારોએ એડમિટ કાર્ડ સમયસર ડાઉનલોડ કરી તેની પ્રિન્ટઆઉટ અગાઉથી લઈ લેવા અને નિયત તારીખે ફાળવેલ પરીક્ષા કેન્દ્ર પર એડમિટ કાર્ડ અને માન્ય ફોટો આઈડેન્ટિટી પ્રૂફ(ઓળખનો પુરાવો) સાથે હાજર રહેવું. તેમજ પસંદગી કસોટીમાં હાજર રહેવા એડમિટ કાર્ડ પર છાપેલ તમામ સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવા PMSS, JNV, વાંકલના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!