વસરાઈ ગામે બોર માંથી પ્લાસ્ટિક પીગાળે એવું ગરમ પાણી નીકળતા સ્થાનિકોમાં ભયનો માહોલ.
અંબિકા તાલુકાના વસરાઈ ગામે પીવાના પાણીના બોરમાંથી ગરમ પાણી નીકળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.અંબિકા તાલુકા વસરાઈ ગામના પ્રકાશભાઈ વલ્લભભાઈ ના ઘરે પીવાના પાણીના બોરમાં છેલ્લા બે ત્રણ દિવસથી બોરમાંથી મોટર ચાલુ કરતા જ ગરમ પાણી આવતું હતું જ્યારે 11 નવેમ્બર ના રોજ મોટર ચાલુ કરતા જ અચાનક વરાળ કાઢતું પાણી નીકળવા લાગ્યું હતું અને પાણી એટલું ગરમ હતું કે અડકવું પણ મુશ્કેલ જણાતું હતું.ગરમ પાણી નીકળવાની વાત ગામમાં વાયુ વેગે ફેલાતા લોકો ઉમટી પડ્યા હતા.અચાનક ગરમ પાણી નીકળવા અંગે ની જાણ ગામના સ્થાનિક આગેવાન કિશોરભાઈ ને કરવામાં આવી હતી અને તેઓ દ્વારા સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ,પ્રકાશભાઈ,જગદીશ ભાઈ જેવા આગેવાનો ને કરવામાં આવતા આગેવાનો તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.લોકોમાં જમીન નીચે લાવા કે અન્ય પદાર્થો હોવાની ચર્ચા તો વિસ્ફોટ જેવા સ્થાનિકોમાં ભયના માહોલ વચ્ચે સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ દ્વારા બોરમાં ઉતારેલ ઇલેક્ટ્રીશન ના જાણકાર ને બોલવામાં આવ્યા હતા અને મોટરને બોરમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી.હાલત તો બોરમાં ગરમ પાણીનું રહસ્ય અકબંધ છે ત્યારે બોરમાં અન્ય મોટર ઉતારવામાં આવનાર છે ત્યારબાદ જ ગરમ પાણીનું રહસ્ય બહાર આવશે ત્યારે અંબિકા તાલુકાના વસરાઈ ગામે ભુગર્ભ પાણી ગરમ થવાની ઘટના એ હાલતો તપાસ નો વિષય બની જવા પામી છે.


