વલવાડા ગામની સીમમાંથી વિદેશીદારૂ ભરેલી ટ્રક પોલીસને જોતા જ ચાલક……

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ જિલ્લા એલસીબીની ટીમ મહુવા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામે રહેતો દલસુખભાઈ મનજીભાઈ માથાસુરીયા દમણ થી પોતાની ટ્રક (GJ-25-T-9750)માં વિદેશી દારૂનો જથ્થો ભરી વલવાડા મહુવા થઈ હાઈવે ઉપરથી સુરેન્દ્રનગર જવાનો હોવાની બાતમી મળી હતી.જે બાતમી આધારે જિલ્લા એલસીબીની ટીમ વલવાડા ગામની સીમમાં નાકાબંધી કરી બેઠા હતા તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા ચાલકે પોલીસ નાકાબંધી જોતા ટ્રક દૂર મૂકી પલાયન થઈ ગયો હતો.પોલીસે ટ્રક નજીક આવી અંદર તલાશી લેતા મોટા પ્રમાણમાં અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે અંદરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 6240 નંગ બોટલ કિંમત રૂ.16.62 લાખ અને ટ્રક કિંમત રૂ.10 લાખ મળી કુલ્લે 26.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક અને વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર અને મંગવાનાર સુરેન્દ્રનગરના દલસુખભાઈ મનજીભાઈ માથાસુરીયાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




