મહુવા તાલુકા કક્ષાના વન મહોત્સવ ની ઉજવણી કાછલ કોલેજ ખાતે કરવામાં આવી.
મહુવા તાલુકામાં તાલુકા કક્ષાના વન મહોત્સવ ની ઉજવણી સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.સામાજિક વનીકરણ વિભાગ સુરત મહુવા રેન્જ દ્વારા આયોજિત મહુવા તાલુકાના તાલુકા કક્ષાના 74માં વન મહોત્સવ માં ધારાસભ્ય મોહનભાઈ એ સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલ ખાતેની વિધાર્થીની ક્રિષ્ના ચૌધરી કે જે રાજ્ય કક્ષાએ યોજાયેલી રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક હાંશીલ કરી તાલુકાનું નામ રોશન કર્યું હતું જેને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.74 માં તાલુકા કક્ષાના વન મહોત્સવ માં મહુવા તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન ઉપ પ્રમુખ ચેતનભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયત સભ્ય જીનેશભાઈ ભાવસાર,તાલુકા ભાજપ પ્રમુખ પ્રમુખ હિતેશ નાયક તેમજ તાલુકા જિલ્લા ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કોલેજના આચાર્ય હેતલ.એસ.ટંડેલ,મહુવા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.


