સરકારી શિક્ષણ મહાવિદ્યાલય- કાછલ ખાતે ‘કેમ્પસ પ્લેસમેન્ટ ફેર–૨૦૨૫’ યોજાયો

SHARE:

સરકારી શિક્ષણ મહાવિદ્યાલય- કાછલ ખાતે ‘કેમ્પસ પ્લેસમેન્ટ ફેર–૨૦૨૫’ યોજાયો

બી.એડ્.પૂર્ણ કરનાર તેમજ સેમેસ્ટર-૩માં અભ્યાસ કરનારા ૨૬ તાલીમાર્થીઓમાંથી ૧૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ
સરકારી શિક્ષણ મહાવિદ્યાલય (બી.એડ્. કૉલેજ), કાછલ તથા ગુજરાત ઝોન-૦૪ના પ્લેસમેન્ટ સેલના સંયુક્ત ઉપક્રમે ‘કેમ્પસ પ્લેસમેન્ટ ફેર–૨૦૨૫’ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિઓએ શિક્ષક તાલીમાર્થીઓના ભવિષ્ય નિર્માણમાં આવી પ્રવૃત્તિની અગત્યતા તથા કારકિર્દી વિકાસ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
પ્લેસમેન્ટ ફેરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ બી.એડ્.પૂર્ણ કરનાર તેમજ સેમેસ્ટર-૩માં અભ્યાસ કરનાર ૨૬ તાલીમાર્થીઓમાંથી ઇન્ટરવ્યુ દ્વારા ૧૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી હતી.
આ પ્રસંગે મહાવિદ્યાલયના આચાર્ય ડૉ.ભાવેશ ઠક્કર, ઈ.આચાર્ય ડૉ.અશ્વિન અવૈયા, પ્રાધ્યાપકમંડળ, પ્લેસમેન્ટ સેલ કો ઓર્ડીનેટર ડૉ. જીગ્નેશ રાઠોડ સહિત તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!