Traffic Tail

તા.૨૬ સપ્ટેમ્બરે બારડોલી પોસ્ટ ઓફિસ ખાતે ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત યોજાશે.

SHARE:

તા.૨૬ સપ્ટેમ્બરે બારડોલી પોસ્ટ ઓફિસ ખાતે ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત યોજાશે.

તા.૨૪ સપ્ટેમ્બર સુધીમાં ટપાલ સેવા તથા પેન્શન સંબંધી ફરિયાદો મોકલવા અનુરોધ
બારડોલી ડિવિઝનની સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ ખાતે તા.૨૬/૯/૨૦૨૫ના રોજ બપોરે ૧૫:૦૦ કલાકે ડાક અદાલત યોજાશે. જેમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓ અને પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે.
આ માટે તા.૨૪/૯/૨૦૨૫ સુધીમાં ટપાલ સેવા તથા પેન્શન સંબંધી અદાલતમાં રજુ કરવાની ફરિયાદો સ્પષ્ટ અને મુદ્દાસર રીતે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ બારડોલી ડિવિઝન, લીમડા ચોક, મોદી ટાવર બારડોલી-૩૯૪૬૦૧ને મોકલી આપવાની રહેશે. ત્યારબાદ મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમજ નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહીં એમ બારડોલી ડિવિઝનના સુપ્રિ. ઓફ પોસ્ટ ઓફિસની યાદીમાં જણાવ્યું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!