કાવેરો કાવેરી અને ગુપ્ત સરસ્વતી સંગમ કિનારે આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર શ્રાવણમાં…..
શ્રાવણના પહેલા સોમવારે તડકેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ.
શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે શિવાલયો માં ભક્તો ભારે ભીડ જોવા મળે છે આવું જ એક મહુવા તાલુકા અનાવલ ખાતે કાવેરો કાવેરી અને ગુપ્ત સરસ્વતી ના ત્રિવેણી સંગમ તટે આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર આજે શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તોની ભારે ભીડ સાથે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા.વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી જ્યારે ભક્તોએ શિવલિંગ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.






