Traffic Tail

મહુવામાં ધોધમાર વરસાદને પગલે લો લેવલ કોઝવે ડૂબતા છ રસ્તાઓ બંધ

SHARE:

મહુવામાં ધોધમાર વરસાદને પગલે લો લેવલ કોઝવે ડૂબતા છ રસ્તાઓ બંધ

અનાવલ : મહુવા તાલુકામાં આવેલ અનરાધાર વરસાદમાં લો લેવલ કોઝવે પાણીમાં ડૂબી જતા છ રસ્તાઓ બંધ કરાયા હતા.


મહુવા તાલુકામાં અને ઉપરવાસમાં આવેલ સાંબેલાધાર વરસાદ ને પગલે તાલુકામાંથી પસાર થતી લોકમાતા અંબિકા, પૂર્ણા ,કાવેરી અને ઓલણ કાંઠો કાંઠ વહી રહી તો તાલુકાના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.જેને પગલે ખરવાણ ભીલ ફળિયા રોડ, મહુવરીયા કાંકરીમોરા ફળિયા રોડ,વહેવલ હટવાડા ઝરી ફળિયા રોડ તેમજ ખૂંટી ફળિયા રોડ અને નલધરા સરકાર ફળિયા થી બેઝિયા ફળિયા જતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
મહુવા તાલુકામાં અત્યાર સુધી મોસમનો કુલ ૮૭૬ મીમી વરસાદ વરસી ચૂક્યો છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!